સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

BCCIના સેક્રેટરી તરીકે Jay Shahને કેટલી Salary આપવામાં આવે છે? નેટવર્થ એટલી કે…

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ના દીકરા અને દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈના સચિવ જય શાહ (Jai Shah)ની 2019માં આ પદ પર નિયુક્તિ કરવામાં આવી હતી. હવે તમને સ્વાભાવિક એવો સવાલ થશે કે 22મી ડિસેમ્બર, 1988માં જન્મેલા જય શાહ બીસીસીઆઈના સચિવ સચિવપદે રહેવા માટે કેટલો પગાર કે વેતન લેતા હશે, બરાબર ને? ચાલો આજે તમને એના વિશે અને જય શાહની કુલ નેટવર્થ વિશે જણાવીએ.

સૌથી પહેલાં તો તમને જણાવીએ છે જય શાહ ભલે છેલ્લાં પાંચ વર્ષથી બીસીસીઆઈના સચિવ છે, પણ તેઓ બીસીસીઆઈ પાસેથી આ માટે કોઈ પગાર નથી લેતા. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ કે જય શાહની નેટવર્થ આશરે 125થી 150 કરોડ રૂપિયાની વચ્ચે છે.

હવે તમને થશે કે ભાઈ બીસીસીઆઈ પાસેથી છેલ્લાં પાંચ વર્ષથી કોઈ પણ પ્રકારનો પગાર લીધા વિના કામ કરી રહેલાં જય શાહની નેટવર્થ આટલી કઈ રીતે? તો તમારી જાણ માટે જે બીસીસીઆઈના સેક્રેટરી હોવાની સાથે સાથે જ જય શાહ એક કુશળ બિઝનેસમેન પણ છે અને તેમની કમાણીનો મુખ્ય સ્રોત જ આ બિઝનેસ છે.

અન્ય એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બીસીસીઆઈમાં સચિવપદનો કારભાર ચલાવવા માટે પગાર નહીં પણ એલાઉન્સ લે છે આ સિવાય તેમને મીટિંગ એટેન્ડ કરવા માટે અમુક ચોક્કસ ટક્કાનું ભથ્થું પણ આપવામાં આવે છે.

વાત કરીએ જય શાહની પર્સનલ લાઈફની તો ફેબ્રુઆરી, 2015માં જય શાહે ઋષિતા પટેલ સાથે લગ્ન કર્યા હતા અને એવું કહેવાય છે કે સ્કુલ ડેઝથી જય અને ઋષિતાનું અફેયર હતું અને આખરે બંનેએ લગ્ન કરી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button