IND VS ENG: રાંચી ટેસ્ટમાં Sir Jadejaના નામે નોંધાયો નવો વિક્રમ
રાંચીઃ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે મેચ જીતી ગયું હતું, જેમાં નવોદિત બેટર-બોલરનું વિશેષ પ્રદાન રહ્યું હતું. ચોથી ટેસ્ટ મેચ રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્સમાં રમાઈ હતી, જેમાં નવોદિત ધ્રુવ જુરેલ, શુભમન ગિલ, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્વિન, આકાશદીપ અને રવિન્દ્ર જાડેજા (Sir Ravindra Jadeja)ના અસાધારણ પ્રદર્શનને કારણે ભારત આ મેચ જીતી ગયું હતું. આમ છતાં ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ એક નવો ઈતિહાસ રચ્યો હતો.
સર રવિન્દ્ર જાડેજાએ બે ઈનિંગમાં 12 પ્લસ ચાર રન બનાવ્યા હતા, જ્યારે ચાર પ્લસ વન વિકેટ ઝડપી હતી. રાંચી ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ લઈને જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 100 વિકેટ પૂરી કરી હતી એની સાથે જાડેજાએ આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મોટી સિદ્ધિ મેળવી હતી. 35 વર્ષના ક્રિકેટર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1,000 રન અને 100 વિકેટ ઝડપીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતવતીથી 30 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જાડેજાને નામે 1,536 રન 100 વિકેટ છે, જ્યારે તેની નજીકના હરીફ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન છે, જેને 34 ટેસ્ટ મેચમાં 165 વિકેટ અને 948 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયામાં સૌથી સફળ બોલર રવિચંદ્રન અશ્વિન છે, જ્યારે તેની પાસે પાંચમી ટેસ્ટ વખત જાડેડાની સાથે રમવાની પણ તક હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતવતી હજાર રન પૂરા કરવા માટે અશ્વિનને બાવન રનની આવશ્યક્તા છે અને જો એમાં સફળ થશે એમ કરનારા ટીમ ઈન્ડિયાનો બીજો ખેલાડી હશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં ધર્મશાળામાં સાતમી માર્ચથી રમાશે, જેમાં ભારત અગાઉ બીજી, ત્રીજી અને ચોથી ટેસ્ટ જીત્યું છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ 10 બોલર છે, જેને 100 અથવા વધુ બેટરને આઉટ કરવામાં સફળ રહ્યા છે, જે 10માંથી ત્રણ જાડેજા, અશ્વિન અને જસપ્રીત બુમરાહ ભારતના છે. ઉપરાંત, નાથન લિયોન, પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાના છે, જ્યારે અન્ય ચાર જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, દક્ષિણ આફ્રિકાના કેગિસો રબાડા અને ન્યૂઝીલેન્ટ ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ સાઉદી છે.