સ્પોર્ટસ

જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ ડાઉટફુલ, શમી આખી સિરીઝની બહાર થવાની પાકી સંભાવના

વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામે શુક્રવારે શરૂ થતી બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાને કારણે નથી રમવાના એ આઘાત હજી જાણે પૂરતો ન હોય એમ કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે એવી સંભાવના છે.

મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે, પરંતુ કહેવાય છે કે તે પાંચ ટેસ્ટની આખી સિરીઝમાં નહીં રમે એવી શક્યતા છે.


શમી હાલમાં લંડનમાં છે જ્યાં તે ઘૂંટીની સારવાર કરાવી રહ્યો છે. તેણે સર્જરી કરાવી છે કે નહીં એ બાબતમાં કોઈ રિપોર્ટ નહોતો મળ્યો, પણ ઘૂંટીની સારવારમાં તેને ઇન્જેક્શનો આપવામાં આવી રહ્યા છે.


એક અહેવાલમાં આવું પણ જણાવાયું હતું કે વિરાટ કોહલી ભારતની બહાર છે અને ત્રીજી ટેસ્ટથી ટીમમાં કમબૅક કરશે કે કેમ એ નક્કી ન કહી શકાય. તે અંગત કારણસર પહેલી બંને ટેસ્ટની બહાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button