ક્રિકેટનો મહાકુંબ ટલે કે વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. વર્લ્ડ કપમાં ભાગ લેઇ રહેલી તમામ ટીમો પણ ભારત પહોંચી રહી છે. આ બધા વચ્ચે સતત ત્રીજા વર્લ્ડ કપમાં પોતાની પસંદગી નહીં થતા ભારતીય સ્પીનર યજુવેન્દ્ર ચહલનું દર્દ છલકાયું છે.
ચહલે હાલમાં જ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે 17 કે 18 લોકોને લઈ જઇ શકાય નહીં. હું પરિસ્થિતિ સમજું છું. આ પહેલા 2021માં UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ તેમને ટીમમાં જગ્યા મળી ન હતી અને પછીના વર્ષે એટલે કે 2022 T20 વર્લ્ડ કપમાં પણ સિલેક્શન હોવા છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાત કરતા યુઝવેન્દ્ર ચહલનું દર્દ છવાઈ ગયું હતું. 33 વર્ષીય ચહલનું કહેવું છે કે હવે તેને ટીમમાંથી બહાર રહેવાની આદત પડી ગઈ છે. આ તેમના જીવનનો એક ભાગ બની ગયો છે. ભારતીય ટીમ દ્વારા અવગણવામાં આવ્યા બાદ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા ચહલે કહ્યું, “હું જાણું છું કે ટીમમાં માત્ર 15 ખેલાડીઓ જ રહી શકે છે, કારણ કે વર્લ્ડ કપ માટે 17 કે 18 લોકોને પસંદ કરી શકાય નહીં. મને થોડું ખરાબ લાગ્યું. પણ મારું લક્ષ્ય આગળ વધવાનું છે. હવે મને તેની આદત પડી ગઈ છે. ત્રણ વર્લ્ડ કપ પસાર થઈ ગયા છે.
વર્લ્ડ કપ માટ ભારતે શરૂઆતમાં સ્પિનરોમાં અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કર્યા હતા. અક્ષરની ઈજાને કારણે તેના સ્થાને રવિચંદ્રન અશ્વિનની પસંદગી કરવામાં આવી હતી.
વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર.