IPL 2024ઇન્ટરનેશનલસ્પોર્ટસ

પાકિસ્તાન સામે ભારતના વિજય પર આ શું બોલી ગયા ઈઝરાયલના રાજદૂત? X Post થઈ રહ્યું છે જોરદાર વાઈરલ…

નવી દિલ્હીઃ હાલમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગઈ કાલે અમદાવાદ ખાતે રમાયેલી ભારત પાક મેચ પર ફરી એકવાર જોવા મળી હતી અને ઈઝરાયલના રાજદૂતે ભારતીય ટીમને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

ગઈકાલે અમદાવાદના નરેદ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રસપ્રદ મદ રોમાંચક મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતના આ વિજય બાદ ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને પાકિસ્તાની ટીમ અને ખાસ કરીને મોહમ્મદ રિઝવાન પર કટાક્ષ કરતું X Post
કર્યું હતું અને હાલમાં ગિલોનનું આ X Post ખુબ જ વાઈરલ થઇ રહયું છે.

ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પાકિસ્તાની ટીમને આડે હાથ લેતાં કહ્યું હતું કે અમે ભારતની જીતથી ખૂબ જ ખુશ છીએ અને પાકિસ્તાનની ટીમ પોતાની જીત હમાસના આતંકવાદીઓને સમર્પિત કરી શકી નહીં.


ગિલોનના આ X Post
બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે તેમણે પાકિસ્તાની ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાન દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વળતો જવાબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિઝવાને તાજેતરમાં જ શ્રીલંકા સામે સદી ફટકાર્યા બાદ ગાઝાના લોકોને એ સદી સેન્ચ્યુરી ડેડિકેટ કરી હતી, જેને કારણે ખાસો એવો વિવાદ પણ થયો હતો.

https://twitter.com/NaorGilon/status/1713202829618454787?s=20

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને આ શાનદાર જીત માટે શુભેચ્છા આપી હતી. તેમણે X Post કરીને જણાવ્યું હતું કે ભારતીય ટીમે પોતાના શાનદાર પ્રદર્શનથી અમદાવાદ ખાતે એક જ્વલંત સફળતા મેળવી છે. પીએમ મોદીએ ભારતીય ટીમને આગામી મેચ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ભારતનો તિરંગો હમેશાં ઉંચો જ લહેરાય છે.

https://twitter.com/Indian_Analyzer/status/1713204510913364127?s=20

તમે બધાએ દેખાડી દીધું છે કે એક જ લક્ષ્ય સાથે કરેલું ટીમ વર્ક દેશને ગૌરવની ઊંચાઈ પર લઈ જાય છે. શાહે ટીમ ઈન્ડિયાને આગામી મેચ માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપતા પોસ્ટ કર્યું હતું કે ખુબ ખુબ શુભેચ્છા. ટીમ ઈન્ડિયાને ખુબ ખુબ અભિનંદન. ભારત માતા કી જય….

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker