સ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ પહેલા ઈશાન કિશનની ગર્જના! વિજય હજારે ટ્રોફીમાં તોફાની સદી ફટકારી

અમદાવાદ: વિકેટ કિપર બેટર ઇશાન કિશન લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતો જોવા મળશે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમમાં ઇશાન કિશનને સામેલ કરવમાં આવ્યો છે. એ પહેલા ઈશાને વિજય હજારે ટ્રોફીમાં ગર્જાના કરી છે, તેણે 39 બોલમાં 125 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી.

ઝારખંડના કેપ્ટન ઇશાન કિશને 6ઠ્ઠા નંબરે આવીને આક્રમક બેટિંગ શરુ કરી હતી, તેણે માત્ર 33 બોલમાં સદી પૂરી કરી. ઇશાનની આ સદી લિસ્ટ-A ક્રિકેટમાં કોઈ ભારતીય ખેલાડીની બીજી સૌથી ફાસ્ટ સદી હતી. ઇશાનની સદીની થોડી મિનીટ પહેલા જ બિહારના કેપ્ટન સાકીબુલ ગનીએ અરુણાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારીને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો હતો, ઈશાને સદી પૂરી કરવા ગણી કરતા માત્ર એક જ બોલ વધારે રમ્યો.

ઇશાન કિશન 39 બોલમાં 125 રન બનાવીને આઉટ થયો, આ દરમિયાન 7 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા, તેનો સ્ટ્રાઇક રેટ પણ 320.15નો રહ્યો. તેની આ ઇનિંગને કારણે ઝારખંડની ટીમ 50 ઓવરમાં 412 રન બનાવી શકી

મિડલ ઓર્ડર માટે બેસ્ટ ઓપ્શન:
આ ઇનિંગ બદલ સોશિયલ મીડિયા પર ઈશાન કિશનના ખુબ વખાણ કરી રહ્યા છે, કેમ કે છઠ્ઠા નંબરે આવીને આવી ઇનિંગ રમવી મુશ્કેલ છે. તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી(SMAT) 2025ની ફાઇનલ મેચમાં ઈશાને સદી ફટકારી હતી, તેણે 49 બોલમાં 101 રન બનાવ્યા હતાં. તે SMAT 2025માં સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી રહ્યો. T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન કિશન મિડલ ઓર્ડર માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

શાનદાર કમબેકની આશા:
નોંધનીય છે કે ઇશાનને ડિસેમ્બર 2023 બાદથી ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં તે અંગત કારણોસર ટીમમાંથી બહાર રહ્યો હતો, ત્યાર બાદ ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાને કારણે BCCIએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી અચાનક બહાર કર્યો હતો.

નોંધનીય છે કે એક સમયે ઇશાન ભારતની ટીમનો ફર્સ્ટ ચોઈસ કેટકીપર-બેટર હતો. ઈશાને બાંગ્લાદેશ સામે ODI ઇતિહાસમાં સૌથી ફાસ્ટ બેવડી સદી ફટકારી હતી. ત્યારે ભારતીય ટીમમાંથી પડતો મુકવામાં આવતા ઇશાનને મોટો ફટકો પડ્યો હતો.

હવે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઇસના પાસે શાનદાર કમબેકની આશા છે.

આપણ વાંચો:  વિજય હજારે ટ્રોફીમાં બિહારનું વાવાઝોડું: 50 ઓવરમાં 574 રનનો પહાડ, ત્રણ સદી, આ રેકોર્ડ્સ તૂટ્યા


Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button