સ્પોર્ટસ

દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનનું જોરદાર કમબૅક, શમ્સ મુલાનીનું ફાઇટબૅક

અનંતપુર: અહીં દુલીપ ટ્રોફીમાં ચાર-ચાર દિવસની મૅચવાળા પ્રારંભિક રાઉન્ડમાં ગુરુવારે ત્રીજા અને ચોથા નંબરની મૅચ શરૂ થઈ હતી જેમાં એકંદરે બૅટર્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. એક મૅચમાં વિકેટકીપર-બૅટર ઇશાન કિશને (111 રન, 126 બૉલ, ત્રણ સિક્સર, 14 ફોર) ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર કમબૅક કરીને ઇન્ડિયા-સી ટીમને મુસીબતમાંથી ઉગારી હતી. બીજી તરફ, મુંબઈના ઑલરાઉન્ડર શમ્સ મુલાની (88 નૉટઆઉટ, 174 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર)એ એક છેડો સાચવી રાખીને ઇન્ડિયા-એ ટીમને વધુ મુશ્કેલીમાં જતા રોકી હતી.

ગયા અઠવાડિયે આ સ્પર્ધાના આરંભમાં ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સીનો શ્રેયસ ઐયરની ઇન્ડિયા-ડી ટીમ સામે ચાર વિકેટે વિજય થયો હતો, જ્યારે શુભમન ગિલના સુકાનમાં ઇન્ડિયા-એ સામે અભિમન્યુ ઈશ્ર્વરનની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-બી ટીમનો 76 રનથી વિજય થયો હતો.

આ પણ વાંચો : બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…

ગુરુવારે નવી મૅચના પહેલા દિવસે ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સી ટીમે બૅટિંગ મળ્યા પછી રમતના અંત સુધીમાં પાંચ વિકેટે 375 રન બનાવ્યા હતા. રજત પાટીદાર (40 રન, 67 બૉલ, આઠ ફોર)ની 96 રનના ટીમ-સ્કોર પર અને સાઇ સુદર્શન (43 રન, 75 બૉલ, આઠ ફોર)ની 97મા રને વિકેટ પડી ત્યાર બાદ કિશન અને ગાયકવાડ (46 નૉટઆઉટ, 50 બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી થઈ હતી. કિશને ધમાકેદાર સદી ફટકાર્યા બાદ પેસ બોલર મુકેશ કુમારે તેને ક્લીન બોલ્ડ કર્યો અને ત્યાર પછી બાબા ઇન્દ્રજીત (78 રન, 136 બૉલ, નવ ફોર)નું પણ ટીમને મહત્ત્વનું યોગદાન મળ્યું હતું. ગાયકવાડની સાથે પહેલી મૅચનો હીરો માનવ સુથાર આઠ રને રમી રહ્યો હતો. ઇન્ડિયા-બી ટીમ વતી મુકેશ કુમારે સૌથી વધુ ત્રણ વિકેટ અને રાહુલ ચાહરે એક વિકેટ લીધી હતી. નવદીપ સૈની તથા વૉશિંગ્ટન સુંદરને વિકેટ નહોતી મળી.

કિશન ખરેખર તો શ્રેયસ ઐયરના સુકાનવાળી ઇન્ડિયા-ડી ટીમમાં હતો, પરંતુ તે ઈજાગ્રસ્ત હોવાથી સંજુ સૅમસનને ઇન્ડિયા-ડી ટીમમાં સમાવાયો હતો. જોકે કિશન પાછો રમવા આવતાં ગાયકવાડની ઇન્ડિયા-સી ટીમમાં સ્થાન અપાયું અને તેણે સેન્ચુરીના ધમાકા સાથે કમબૅક કર્યું.

બીજી બાજુ, ગિલની ગેરહાજરીમાં મયંક અગરવાલ ઇન્ડિયા-એ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે અને તેની ટીમે ઐયરની ઇન્ડિયા-ડી સામે 144 રનમાં છ વિકેટ ગુમાવી હતી, પરંતુ મુલાનીના નૉટઆઉટ 88 રન તથા તનુષ કોટિયનના 53 રનની મદદથી આ ટીમે વળતી લડત સાથે કમબૅક કર્યું હતું. મુલાની-કોટિયન વચ્ચે સાતમી વિકેટ માટે 91 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

ઇન્ડિયા-ડી ટીમ વતી હર્ષિત રાણા, વિદવથ કેવરપ્પા અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…