Irfan Pathan: ઈરફાન પઠાણ પત્ની સફા સાથે જોવા મળ્યો, કેમેરા જોઈને સફાએ ચહેરો છુપાવ્યો
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Irfan Pathan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, ઈરફાનનો પત્ની સફા સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય બાદ ચર્ચા સફા વિષે ચર્ચા થઇ રહી છે. એનિવર્સરી પર ઈરફાને પત્ની સફા બેગ સાથે એક ફોટો શેર કર્યો, જેમાં સફાનો ચહેરો ઢંકાયેલો ન હતો. લગ્ન બાદ 8 વર્ષ સુધી નકાબમાં રહ્યા બાદ તેનો ચહેરો જાહેરમાં જોવા મળ્યો હતો. હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સફા પાપારાઝી કેમેરાથી છુપાતી જોવા મળી રહી છે. ઈરફાન પઠાણ વીડિયો શૂટ કરવાનો ઈન્કાર કરતો જોવા મળી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર _whatsinthenews નામના પેજ પર ઈરફાન પઠાણનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં તે પત્ની સફા બેગ અને દીકરા સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સફા દીકરાનું મોં સાફ કરતી જોવા મળી રહી છે અને ઈરફાને તેના પુત્રને તેડેલો છે. પાપારાઝીને જોઈને, સફા બેગ દૂર ખસી જાય છે. ઈરફાન ઈશારો કરીને વિડીયો શૂટ કરવા ઈન્કાર કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઈરફાન પઠાણની પત્નીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
ઈરફાન પઠાણે વર્ષ 2016માં મોડલ સફા બેગ સાથે મક્કામાં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, તેમના દીકરાના નામ ઈમરાન અને સુલેમાન છે. સફા લગ્નના 8 વર્ષ સુધી નકાબમાં રહી અને કોઈએ તેનો ચહેરો જોયો ન હતો. જો કે, લગ્નની આઠમી વર્ષગાંઠ પર ઈરફાન પઠાણે સફાનો ચહેરો બતાવ્યો હતો અને તેની સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
લગ્ન પહેલા સફા બેગ મોડલ રહી ચૂકી છે. વર્ષ 2016માં તેણે મક્કામાં ઈરફાન સાથે લગ્ન કર્યા હતા, જેમાં કેટલાક નજીકના લોકોએ જ હાજરી આપી હતી. તે ઈરફાન કરતા 10 વર્ષ નાની છે.