IPL 2024સ્પોર્ટસ

મુંબઈ ઈન્ડિયન્સની હારનું ઠીકરું ફૂટ્યું હાર્દિક પંડ્યાના માથે, ઈરફાન પઠાણે કહ્યું- જ્યારે આખી ટીમ…

જ્યારથી હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી છે ત્યારથી તેની સાથે કે ટીમ સાથે કંઈ સારું થઈ રહ્યું નથી. MIએ IPL 2024ની શરૂઆત બે મેચ હારી ગયું છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 9મા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો જેમાં ક્રિકેટના દિગ્ગજોએ હાર્દિક પંડ્યા પર આરોપ લગાવતા કહ્યું હતું કે ડગઆઉટમાં બેઠેલા કેપ્ટન પોતે કેવી રીતે ટિમ ડેવિડને બેટિંગ કરવા મોકલી શકે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે પણ હાર્દિકને જ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા નિર્ધારિત 278 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સના દરેક બેટ્સમેન 200ની આસપાસ સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન પંડ્યાનો સ્ટ્રાઇક રેટ માત્ર 120 હતો. ઇનિંગની 11મી ઓવરમાં હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 20 બોલમાં 1 ફોર અને એક તોતીંગ સિક્સરની મદદથી 24 રનની ઇનિંગ રમી હતી. પંડ્યાએ ઇનિંગ્સના પ્રથમ ચાર બોલમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી. આ પછી, તે પછીના 20 બોલમાં બાઉન્ડ્રી લાઇનની પાર એક પણ બોલ પહોંચી શક્યો ન હતો.

આ સિવાય ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ‘હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી એકદમ સામાન્ય દેખાતી હતી. જ્યારે રનોનો ખડકલો થઇ રહ્યો હતો ત્યારે બુમરાહને આટલા લાંબા સમય સુધી બોલિંગથી દૂર રાખવો મારી સમજની બહાર હતું. જસપ્રીત બુમરાહે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોઈ વિકેટ લીધા વિના 4 ઓવરમાં માત્ર 36 રન આપ્યા હતા. તે MI માટે સૌથી કિફાયતી બોલર સાબિત થયો હતો. હાર્દિક પંડ્યાએ પાવરપ્લેમાં બુમરાહને એક ઓવર અને અડધી ઇનિંગ પછી બીજી ત્રણ ઓવર બોલીંગ કરાવી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker