IPL: આ 5 ટીમના કેપ્ટન થયા રિલીઝ, વિરાટ સૌથી મોંઘો ભારતીય
IPL Updates: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 10 ટીમોએ તેમનું રિટેંશન લિસ્ટ પણ જાહેર કર્યું છે. આ વખતે 5 કેપ્ટનોને પણ રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેએલ રાહુલ, ફાફ ડુપ્લેસિસ અને સેમ કરન સામેલ છે.
કુલ 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. જેમાં પંજાબે સૌથી ઓછા 2 ખેલાડી રિટેન કર્યા છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે સૌથી વધુ 6-6 ખેલાડી રિટેન કર્યા છે. હેનરિક ક્લાસેન સૌથી મોંઘો ખેલાડી છે, જેને 23 કરોડ રૂપિયામાં સનરાઈઝર્સ હૈદરાબાદે રિટેન કર્યો છે.
આ 5 કેપ્ટન થયા રિલીઝ
શ્રેયસ અય્યર – કોલકાતા નાઈટ રાઈડર્સ
દિલ્હી કેપિટલ્સ – ઋષભ પંત
લખનઉ સુપર જાયન્ટસ – કેએલ રાહુલ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ – ફાફ ડુપ્લેસિસ
પંજાબ કિંગ્સ – સેમ કરન
વિરાટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી
આઈપીએલ રિટેંશન લિસ્ટમાં વિરાટ કોહલી સૌથી મોંઘો ભારતીય ખેલાડી છે. કોહલીને આરસીબીએ 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. વિરાટ કોહલીએ આઈપીએલની 252 મેચમાં 37 વખત નોટ આઉટ રહીને 8004 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે 8 સદી અને 55 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે 4 વિકેટ પણ લીધી છે.