નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના ડાબા ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે જે સફળ રહી છે. સ્ટોક્સ ઇચ્છે છે કે ભારતમાં આયોજિત થનારી ટેસ્ટ સીરિઝ પહેલા તે ફિટ થઈ જાય જેથી તે બેટિંગની સાથે પોતાની ઝડપી બોલિંગ કૌશલ્ય બતાવીને ટીમને મદદ કરી શકે. ઘૂંટણની આ ઈજા આ વર્ષની શરૂઆતથી 32 વર્ષીય ઓલરાઉન્ડરને પરેશાન કરી રહી હતી. તે લાંબા સમયથી બોલિંગથી દૂર હતો અને ટીમમાં માત્ર બેટ્સમેન તરીકે જ રમી શક્યો હતો.
ઘૂંટણની સમસ્યાને કારણે સ્ટોક્સ IPLની છેલ્લી સિઝનમાં સતત બેન્ચ પર બેઠો રહ્યો હતો. આ પછી તેણે એશિઝ ટેસ્ટમાં થોડી બોલિંગ કરી હતી, પણ તેણે છેલ્લી 3 ટેસ્ટમાં બોલિંગ કરી ન હતી.
તેણે નવેમ્બરની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે વર્લ્ડ કપ પછી તેના ઘૂંટણની સર્જરી કરાવશે. હવે તેની સર્જરી થઇ ગઇ છે અને તે રિહેબ મોડમાં છે.
ભારતે આવતા વર્ષે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ કરવાની છે. સ્ટોક્સ ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન છે. તે ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવવા માટે ઉત્સુક છે. પોતાના વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેણે જાહેરાત કરી છે કે તે આ વખતે IPL 2024માં નહીં રમે. મિની ઓક્શન પહેલા જ તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ વર્ષે IPL બાદ T20 વર્લ્ડ કપનું પણ આયોજન થવાનું છે. એમાં સ્ટોક્સ પણ T20 ટીમનો ભાગ બનશે, પણ આઇપીએલમાં નહીં રમે.
Taboola Feed