આઇપીએલ (IPL)ની ગઇ કાલની મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હતી. આ મેચ લખનઊના એકાના સ્ટેડિયમમાં રમાઇ હતી.
ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના 177 રનના લક્ષ્યનો પીછો કરતા, લખનઊ સુપર જાયન્ટ્સે છ બોલ બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી. ધોની અને રવિન્દ્ર જાડેજાએ મળીને CSKને 176 રનના ટોટલ સુધી પહોંચાડ્યા પછી, LSG ઓપનર કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે 134 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 82 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડી કોકે 54 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા. રાહુલે 53 બોલની ઈનિંગમાં ત્રણ છગ્ગા અને નવ ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ડી કોકે 43 બોલનો સામનો કરતી વખતે પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.
ALSO READ: M S Dhoniએ Hardik Pandyaને ત્રણ Six મારતાં Rohit Sharmaએ આપ્યું આવું રિએકશન…
જ્યારે CSKની ટીમ 17.5 ઓવરમાં 6 વિકેટે 141 રન પર હતી ત્યારે ધોની રમવા આવ્યા હતા. ધોનીએ માત્ર 9 બોલમાં 28 રન બનાવ્યા હતા અને CSKને તેમની ઇનિંગ્સમાં 176 સુધી પહોંચાડી દીધા હતા. જોકે, ધોનીના પ્રયાસો વ્યર્થ ગયા હતા અને
LSGએ આ મેચ જીતી લીધી હતી. મેચ ખતમ થયા પછી માહીએ સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે હાથ જોડીને ચાહકોનું અભિવાદન કર્યું અને ચેન્નાઈને સમર્થન આપવા આવેલા ચાહકોનો આભાર માન્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકોએ પણ માહીની સ્ટાઈલના વખાણ કર્યા છે.
હકીકતમાં LSG vs CSKની મેચ લખનઊના એકાના ખાતે રમાઇ હતી. તેથી સ્વાભાવિક રીતે જ LSGને તેના હોમ ગ્રાઉન્ડનો અને ચાહકોના ઉત્સાહનો ફાયદો મળે તેમ હતું, પણ સ્ટેડિયમમાં જ્યાં પણ નજર ફેરવો ત્યાં લોકો પીળા કલરના CSKના ટી-શર્ટ પહેરીને આવ્યા હતા અને માહીનું સમર્થન કરી રહ્યા હતા. આ મેચ જોઇને તો ખરેખર જ પેલો ડાયલોગ યાદ આવી ગયો કે ‘તેરી જીતસે જ્યાદા ચર્ચે તો મેરી હાર કે હો રહે હૈ.’ CSK ભલે મેચ હારી ગઇ, પણ ધોનીએ લાખો લોકોના દિલ જીતી લીધા, જેની સામે LSGની જીત પણ ફિક્કી પડી ગઇ.