
નવી દિલ્હીઃ ખરાબ ફોર્મ અને વિવાદના કારણે ચર્ટચામાં રહેનારો પૃથ્વી શૉને ગત સિઝનમાં કોઈએ ખરીદ્યો નહોતો. આઈપીએલ 2026ની મિની ઑકશનમાં પૃથ્વી શૉએ તેની બેસ પ્રાઇજ 75 લાખ રાખી હતી. ગત સિઝનમાં અનસોલ્ડ રહ્યા બાદ પૃથ્વીએ વાપસી માટે આકરી મહેનત કરી હતી. તેની આ મહેનત રંગ લાવી અને દિલ્હી કેપિટલ્સે તેને તેની બેસ પ્રાઇઝમાં ખરીદ્યો હતો. એક વખત આઈપીએલનો સુપરસ્ટાર ગણાતા પૃથ્વી શૉને બે વખત કોઈએ ખરીદ્યો નહોતો, છેલ્લા ત્રીજા રાઉન્ડમાં 75 લાખમાં દિલ્હીએ ખરીદ્યો હતો.
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર દેખાવ
પૃથ્વી શૉએ તાજેતરમાં ઘરેલુ ક્રિકેટની મેચોમાં શાનદાર રમત બતાવી છે. પૃથ્વી શૉએ આ જ વર્ષે પોતાની ઘરેલુ ટીમ પણ બદલી છે. પૃથ્વી મુંબઈથી મહારાષ્ટ્રની ટીમમાં જોડાયો છે. મહારાષ્ટ્ર માટે પૃથ્વીએ રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ દમદાર રમત બતાવી છે. એવામાં હવે પૃથ્વી પાસે તકપોતાની જૂની ભૂલ સુધારીને આ તકનો ફાયદો ઉઠાવવાની તક છે.
આઈપીએલમાં કેવો છે દેખાવ
પૃથ્વી શૉના આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો તે ખૂબ જ સારો રહ્યો છે. પૃથ્વી આ લીગમાં માત્ર એક ટીમ, દિલ્હી કેપિટલ્સ, માટે જ રમ્યા છે. પૃથ્વીએ દિલ્હી કેપિટલ્સ માટે વર્ષ 2018માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી પૃથ્વી સતત સાત સીઝન સુધી આ ટીમ માટે મેદાન પર ઉતર્યો છે. આઈપીએલ 2024 પછી ટીમે તેમને રિલીઝ કરી દીધો હતો અને મેગા ઓક્શનમાં પણ તેમને કોઈ ટીમે ખરીદ્યો નહોતો. આ લીગમાં પૃથ્વી શૉની બેટિંગની વાત કરીએ તો તેમણે 79 મેચોમાં 147.76ના સ્ટ્રાઈક રેટથી 1892 રન બનાવ્યા છે. આ લીગમાં પૃથ્વીનો સર્વોચ્ચ સ્કોર 99 રનનો છે.
પૃથ્વી માટે આઈપીએલ 2021 શાનદાર રહ્યું હતું. તેમણે આ સીઝનમાં ધમાકેદાર રમત બતાવતા 479 રન બનાવ્યા હતા. પૃથ્વી માટે આઈપીએલ 2023 અને 2024 ખૂબ જ ખરાબ રહી હતી. આઈપીએલ 2023માં તે 8 મેચોમાં માત્ર 106 રન જ બનાવ્યા હતા. જ્યારે તેમણે પોતાની ગત સીઝનમાં 198 રન બનાવ્યા હતા.



