IPL 2024સ્પોર્ટસ

ભેટવા આવેલા મલિન્ગાને હાર્દિકે દૂર હડસેલ્યો, એમઆઇના કૅમ્પમાં મામલો બહુ ગરમ છે

ક્રિકેટપ્રેમીઓ મુંબઈના નવા કૅપ્ટનના વર્તનથી ખફા, મીડિયામાં ખૂબ ટ્રોલ પણ થયો

મુંબઈ: આઇપીએલની 17મી સીઝન શરૂ થઈ છે ત્યારથી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ના વળતા પાણી જોવા મળી રહ્યા છે એ ઉપરાંત અચાનક જ બનાવી દેવામાં આવેલા નવા કૅપ્ટન હાર્દિક પંડ્યાના નામે પણ લગભગ દરરોજ કોઈને ચર્ચાસ્પદ ઘટના સામે આવે છે.

ખાસ કરીને એમઆઇને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્માના સ્થાને કૅપ્ટન બનાવાયો છે ત્યારથી હાર્દિક સોશિયલ મીડિયામાં ટ્રૉલ થઈ રહ્યો છે. હાર્દિકે અણધારી રીતે ગુજરાત ટાઇટન્સની ટીમ છોડી એ ગુજરાતના અસંખ્ય ક્રિકેટપ્રેમીઓને નથી ગમ્યું એટલે તે અમદાવાદની મૅચ દરમ્યાન પ્રેક્ષકોની નફરતનો ભોગ બન્યો હતો.


અધૂરામાં પૂરું, તેની કૅપ્ટન્સીમાં એમઆઇની ટીમ પહેલી બન્ને મૅચ હારી ગઈ છે. એમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચ તો ભૂલવી પડે એવી હતી. હૈદરાબાદે ત્રણ વિકેટે 277 રનનો ખડકલો કરીને ટીમ-સ્કોરનો નવો વિક્રમ નોંધાવ્યો હતો. એમઆઇની ટીમે પાંચ વિકેટે 246 રન બનાવીને વળતી લડત જરૂર આપી હતી, પણ પરાજય સ્વીકારવો જ પડ્યો હતો.


યાદ રહે, ક્રિકેટપ્રેમીઓની ચકોર દૃષ્ટિને ડ્રૉન કહી શકાય, કારણકે તેઓ હાર્દિકની દરેક મૂવમેન્ટ પર નજર રાખે છે. ઑન ફીલ્ડ તો ઠીક, ઑફ ધ ફીલ્ડ પણ હાર્દિક ક્રિકેટપ્રેમીઓની નજરથી બચી નથી શક્તો. મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં હાર્દિક પંડ્યા હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામેની કારમી હાર પછી બોલિંગ-કોચ લસિથ મલિન્ગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરીને તેને દૂર હડસેલી રહેલો જોવા મળ્યો હતો.


બીજા વીડિયોમાં પણ હાર્દિકનો મલિન્ગા પ્રત્યેનો અણગમો છતો થઈ ગયો દેખાતો હતો. મલિન્ગા અને બૅટિંગ-કોચ કીરૉન પોલાર્ડ બેઠા હતા ત્યારે હાર્દિક ત્યાં આવ્યો હતો અને હાર્દિક આવતાં જ પોલાર્ડ તેને સીટ ઑફર કરવા ઊભો થયો હતો, પણ હાર્દિકે વિનમ્રતાથી તેને ના પાડી ત્યારે મલિન્ગા પોતે હાર્દિકને બેસવા દેવા માટે ઊભો થઈને જતો રહ્યો હતો અને હાર્દિક તરત જ તેની ખુરસીમાં બેસી ગયો હતો. મલિન્ગા ચહેરા પરના જે ભાવ સાથે ઊભો થઈને જતો રહ્યો એના પરથી સ્પષ્ટ લાગતું હતું કે હાર્દિક સાથે તેનો ખટરાગ છે.


હાર્દિકના આ વર્તનથી ક્રિકેટચાહકો ખફા છે. બીજી રીતે કહીએ તો રવિવારે અમદાવાદમાં હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન તરીકે પહેલી વાર મેદાન પર ઊતર્યો ત્યારથી માંડીને બુધવારે હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામેની હારને પગલે મેદાન પરથી પાછો ગયો ત્યાં સુધી તે સતતપણે ક્રિકેટલવર્સનો ટાર્ગેટ બન્યો છે.


ટ્વિટર પર સત્ય પ્રકાશ નામના ક્રિકેટલવર લખે છે, ‘હાર્દિકે શ્રીલંકાના પેસ બોલિંગ લેજન્ડનું આવું અપમાન નહોતું કરવું જોઈતું. હાર્દિક જ્યારથી એમઆઇનો કૅપ્ટન બન્યો છે ત્યારથી તે તોરમાં રહે છે અને તેનું વર્તન બદલાઈ ગયું છે.’
ઍડવોકેટ જયલક્ષ્મી શુક્લા લખે છે, ‘હાર્દિકનું આ વર્તન જરાય ચલાવી ન લેવાય.’


રોહિત શર્મા ‘હિટ મૅન’ તરીકે જાણીતો છે અને તેનો ‘ફૅન ઑફ હિટમૅન’ લખે છે, ‘મલિન્ગાનો માત્ર એક યૉર્કર હાર્દિકની આખી કરીઅર બરાબર છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress