IPL 2024સ્પોર્ટસ

IPL-2024: મેઘરાજાએ હૈદરાબાદ (SRH)ને પ્લે-ઑફમાં મોકલ્યું, ટૉપ-ટૂમાં પણ આવી શકે

ગિલના સુકાનમાં ગુજરાત, (GT)ની નિરાશા સાથે એક્ઝિટ

હૈદરાબાદ: અમદાવાદ પછી હવે હૈદરાબાદમાં પણ વરસાદ, વંટોળ, વીજળી અને ખરાબ વાતાવરણને કારણે આઇપીએલની લીગ મૅચ એકેય બૉલ નખાયા વગર રદ કરવામાં આવી જેને પગલે હૈદરાબાદને રમ્યા વગર જ એક પૉઇન્ટની મદદથી પ્લે-ઑફમાં સીધા જવા મળી ગયું છે, જ્યારે ગુજરાતે વધુ એક વાર એક પૉઇન્ટ મેળવીને નિરાશા સાથે આ સીઝનમાંથી વિદાય લીધી. હૈદરાબાદ ત્રીજા નંબર પર આવી ગયું છે અને ચેન્નઈ હવે ચોથા સ્થાને છે. હૈદરાબાદની હજી એક મૅચ બાકી છે જે જીતીને ટૉપ-ટૂમાં કોલકાતા સાથે જોડાઈ શકશે. પ્લે-ઑફમાં ટૉપ-ટૂ ટીમની ક્વૉલિફાયર-વન મૅચ રમાય જેમાં જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જાય.

રાત્રે 10.10 વાગ્યે સત્તાવાર રીતે હૈદરાબાદ-ગુજરાત મૅચ રદ જાહેર કરાઈ હતી. બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા. ગુજરાતે અમદાવાદમાં કોલકાતા સામેની મૅચ ધોવાઈ જતાં એક પૉઇન્ટ મેળવ્યો અને હવે ફરી એક પૉઇન્ટ સાથે એક્ઝિટ કરી.



ટૂંકમાં, હૈદરાબાદના હજારો પ્રેક્ષકોને અને કરોડો ટીવી-દર્શકોને હૈદરાબાદના બિગ-હિટર્સની ફટકાબાજી ન જોવા મળી. અમ્પાયરો અને મૅચ રેફરીએ મૅચ રદ કરવાની જાહેરાત કરી એ સાથે હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ અને શુભમન ગિલ પોતપોતાના ડ્રેસિંગ-રૂમમાંથી બહાર આવ્યા હતા અને નીચે ઉતરીને અમ્પાયરોને મળ્યા હતા. છેલ્લે બન્ને કૅપ્ટને એકમેક સાથે હાથ મિલાવ્યા હતા.

હવે કુલ ચાર લીગ મૅચ બાકી છે: શુક્રવારે મુંબઈ વિરુદ્ધ લખનઊ, શનિવારે બેન્ગલૂરુ વિરુદ્ધ ચેન્નઈ, રવિવારે બપોરે હૈદરાબાદ વિરુદ્ધ પંજાબ અને રવિવારે સાંજે રાજસ્થાન વિરુદ્ધ કોલકાતા.


પૉઇન્ટ્સ અને રનરેટ મુજબ ટીમોની સ્થિતિ આ મુજબ છે: (1) કોલકાતા: 19 પૉઇન્ટ, +1.428નો રનરેટ (2) રાજસ્થાન: 16 પૉઇન્ટ, +0.273નો રનરેટ (3) હૈદરાબાદ: 15 પૉઇન્ટ, +0.406નો રનરેટ (4) ચેન્નઈ: 14 પૉઇન્ટ, +0.528નો રનરેટ (5) દિલ્હી: 14 પૉઇન્ટ, -0.377નો રનરેટ (6) બેન્ગલૂરુ: 12 પૉઇન્ટ, -0.387નો રનરેટ (7) લખનઊ: 12 પૉઇન્ટ, -0.787નો રનરેટ (8) ગુજરાત: 12 પૉઇન્ટ, -1.063નો રનરેટ (9) પંજાબ: 10 પૉઇન્ટ, -0.347નો રનરેટ (10) મુંબઈ: 8 પૉઇન્ટ, -0.271નો રનરેટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…