
ચેન્નઈઃ આઈપીએલ 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાઈ, પરંતુ આ મેચમાં સૌથી વધુ મીમ્સ વાઈરલ થયા હોય તો કાવ્યા મારન. હૈદરાબાદની ટીમે પહેલી બેટિંગમાં એક પછી એક વિકેટ ગુમાવતા આખી ટીમ પત્તાના મહેલના માફક પડી ગઈ હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડીઓ આઉટ થવાને કારણે ટીમના બેટર કરતા ટીમની માલકિન કાવ્યા મારનના મીમ્સ જોરદાર વાઈરલ થયા છે, કારણ કે હૈદરાબાદની ટીમ રીતસરના ઘૂંટણિયે પડી ગયા હતા.
સોશિયલ મીડિયા પર ખાસ હરામી પરિંદે નામના યૂઝરે જોરદાર ટવિટ મૂકી હતી, જેમાં હૈદરાબાદની ટીમના ખેલાડીઓ એક પછી એક પેવેલિયન ભેગા થતા કાવ્યા મારન જોરજોરથી રડતી હોવાની મિમ્સ મૂકી હતી.
બર્લિન નામના બીજા એક યૂઝરે ટીમની પડતી પછી હતાશ થયેલી કાવ્યા મારનનો ફોટોગ્રાફ શેર કર્યો હતો અને લખ્યું હતું કાવ્યા મારન ઈઝ વેરી ડિસએપોઈન્ટેડ…
મેચમાં ગલી કક્ષાનું પ્રદર્શન કરીને ઉદાસ થયેલી કાવ્યા મારનના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયા હતા. અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે કલાનિધિ મારન કાવ્યા મારનના પિતા છે, જે સન ગ્રુપના સંસ્થાપક અને પ્રમુખ છે.
કલાનિધિ મારનનું ગ્રુપ ટીવી, ન્યૂઝ પેપર, વીકલી મેગેઝિન, એફએમ રેડિયો સ્ટેશન, ડીટીએચ સેવાનો પણ સમાવેશ થાય છે. આઈપીએલની ક્રિકેટ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને એક ફિલ્મ પ્રોડક્શન હાઉસના માલિક પણ છે. ઉપરાંત, 2010થી 2015 સુધીમાં સ્પાઈસ જેટમાં પણ મોટી ભાગીદારી નોંધાવી હતી.