IPL 2024સ્પોર્ટસ

IPL 2024: ધોની બેટિંગમાં આવ્યો ને રસેલને કાન કેમ બંધ કરવા પડ્યા, તસવીરો વાઈરલ

ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આ સિઝન પણ એક બાદ એક થ્રિલર મેચ જોવા મળી રહી છે. આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની મેચમાં ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની એક ઝલક જોવા મળે ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. એમએસ ધોની બેટિંગ માટે મેદાનમાં આવ્યા ત્યારે સ્ટેડિયમમાં મેચ જોવા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. એટલે સુધી લોકોથી ત્રાસીને કોલકાતાની ટીમના ખેલાડીને કાન સુદ્ધા બંધ કરવાની નોબત આવી હતી.

પહેલી ઈનિંગમાં કોલકાતા પર ચેન્નઈની ટીમ હાવિ થઈ હતી, જેથી 137 રન બનાવી શકી હતી, જેમાં ચેન્નઈની ટીમે ત્રણ વિકેટે જીત મેળવી હતી. ઋતુરાજ ગાયકવાડે ધમાકેદાર બેટિંગ કરીને વિના વિકેટે જીતાડ્યું હતું. જોકે, એમએસ ધોની બેટિંગ કરવા આવે ત્યારે આખું સ્ટેડિયમ ‘ધોની ધોની’ના નામથી ગુંજી ઊઠયું હતું.

આ પણ વાંચો : જાડેજાએ ચેન્નઈને જિતાડ્યું તો ખરું, ધોનીના વિક્રમની બરાબરી પણ કરી

ગઇકાલની મેચમાં પણ કંઈક આવા જ પ્રકારનું દૃશ્ય જોવા મળ્યું હતું. સીએસકેએ જ્યારે 135 રન પર શિવમ દુબેની વિકેટ ગુમાવી ત્યારે એમએસ ધોની મેદાન પર આવ્યા હતા, અને દર્શકો તો ધોનીને જોઈને એટલા ખુશ થઈ ગયા હતા કે આખા સ્ટેડિયમમાં ધોનીના નામ અને ચીસોથી આખું સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું હતું.

સ્ટેડિયમમાં લોકોનો અવાજ આટલો બધો વધી ગયો હતો કે ફિલ્ડિંગ કરી રહેલા કેકેઆરના ખેલાડી આન્દ્રે રસેલે પોતાના કાન બંધ કરી ધીધા હતા. સ્ટેડિયમમાં ચાહકોના શોરથી આન્દ્રે રસલ હેરાન થઈ ગયો હતો અને જ્યારે ધોની બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યા તે દરમિયાનતો રસલે પોતાના કાન જ બંધ કરી દીધા હતા. રસલના આવા રીએક્શનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

આઇપીએલમાં ગઇકાલે સીએસકે અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મુકાબલો જામ્યો હતો. આ મેચમાં સીએસકેએ ટોસ જીતીને ઇન્ડિયન પ્રીમિયર બૉલિંગ કરવાનો નિર્ણય લઈને કેકેઆરને 137/9 રને રોકી હતી અને બીજી ઈનિંગ્સમાં ચેન્નઈને 141-3 રન બનાવીને કેકેઆરનો સાત વિકેટથી હરાવ્યું હતું.

https://twitter.com/Millionaire_X_/status/1777403208911974825?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1777403208911974825%7Ctwgr%5E909faa5b401718675cb4c067b072e5c2da222951%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Fsports%2Fcricket%2Fipl%2Ftop-stories%2Fwatch-andre-russell-covers-ears-as-fans-cause-deafening-noise-upon-ms-dhonis-arrival%2Farticleshow%2F109143098.cms

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button