IPL 2024સ્પોર્ટસ

IPL CSK VS KKR: કોલકાતા સામે ચેન્નઈ હોમ ગ્રાઉન્ડ પર જીત્યું, કેપ્ટન ઋતુરાજે રંગ રાખ્યો

ચેન્નઈઃ અહીંના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની 22મી મેચ ચેન્નઈ (CSK) અને કોલકાતા (KKR)ની વચ્ચેની મેચમાં કોલકાતાને આજે પહેલી હારનો સામનો કરવો પડયો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી, જેમાં પ્રારંભથી ચેન્નઈના બોલર કોલકાતા પર દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા, તેથી 20 ઓવરમાં નવ વિકેટે 137 રન બનાવ્યા હતા, જેમાં ચેન્નાઈના સુકાની ઋતુરાજ ગાયકવાડ મેચ વિનિંગ રમત રમ્યો હતો. 138 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી ચેન્નઇની ટીમે ત્રણ વિકેટે 17.4 ઓવરમાં જીતનો સ્કોર પ્રાપ્ત કર્યો હતો.

કેકેઆરને પહેલી સફળતા વૈભવ અરોરાએ અપાવી હતી. વૈભવે ચોથી ઓવરમાં રચિન રવિન્દ્રની વિકેટ પહેલી વિકેટ 27 રને પડી હતી. રચિન રવિન્દ્ર 8 બોલમાં 15 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડ અને ડેરિલ મિચેલે જીતનો પાયો નાખ્યો હતો. જોકે ડેરિલ 19 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. સુનીલ નારાયણે મહત્વની વિકેટ લીધી હતી. આમ છતાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ધીરજપૂર્વક રમત રમીને નોટ આઉટ રહીને 67 રન બનાવીને ચેન્નાઈને જીત અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડ 58 બોલમાં 67 રન કર્યા હતા, જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય હતો. આમ છતાં ચોંકાવનારી વાત એ હતી કે તેને આજે એક પણ સીક્સ મારી નહોતી. ત્રીજી વિકેટે રમતમાં આવેલા શિવમ દુબે 18 બોલમાં 28 રને આઉટ થયો હતો જેની વિકેટ છેલ્લે વૈભવ અરોરાએ લીધી હતી.

શાહરુખ ખાનની ઓનરશિપ હેઠળની કેકેઆરની ટીમને આજે પહેલી વખત આ સીઝનમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે શરૂઆતથી કેકેઆરના બેટર્સ નબળી રમત રમ્યા હતા, જેથી સીઝનનો વધુ એક નબળો સ્કોર કર્યો હતો. પહેલી વિકેટ પી સોલ્ટની પહેલી ઓવરમાં તુષાર દેશપાંડેએ ઝડપી હતી.

રઘુવંશી (18 બોલમાં 24 રન)ની વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી હતી. વેકંટેશ અય્યર પણ સસ્તામાં આઉટ થયો હતો. આઠ બોલમાં ત્રણ રન કરી શક્યો હતો. રમનદીપ સિંહે 12 બોલમાં 13 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. આ ઉપરાંત, મુસ્ઝફિઝુર રહેમાને ચાર ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, જ્યારે મહીશ થિખશાનાએ ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ લીધી હતી.

રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. કોલકાતાએ 20 ઓવરમાં નવ વિકેટે 137 રન બનાવ્યા હતા, જેમાં 13 રન એક્સ્ટ્રા હતા. બીજી બાજુ ચેન્નઇ એ 17.4 ઓવરમાં ત્રણ વિકેટે 141 રન કર્યા હતા. આજની મેચ પૂર્વે ચેન્નઈ સુપરકિંગ ચાર મેચમાંથી બેમાં વિજય સાથે બેમાં હાર્યું હતું, જ્યારે આજે ત્રીજી જીત થઈ છે. આ અગાઉ ચોથા ક્રમે (ચાર પોઈન્ટ) હતી. સામે પક્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રણ મેચમાંથી ત્રણેયમાં વિજય સાથે બીજા ક્રમે (છ પોઈન્ટ) હતું. ચેન્નઈની પ્લેઈંગ ઈલેવનમાં સમીર રિઝવી, મુસ્તફિજુર રહેમાનની વાપસી થઈ હતી, જ્યારે શાર્દુલ ઠાકુર સિઝનની પહેલી મેચ રમ્યો હતો, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે તેની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button