દુબઈ: ઓસ્ટ્રેલીયાના સ્ટાર પ્લેયર પેટ કમિન્સને સન રાઈઝર્સ હૈદરાબાદે અધધ રૂ.20 કરોડ 50 લાખ આપીને ખરીદ્યો છે. પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ બંને વચ્ચે 4.80 કરોડ રૂપિયા સુધીની બિડિંગ હતી. આ પછી RCB એ દાવ લગાવ્યો, ચેન્નાઈની રૂ. 7.60 કરોડ સુધી બિડિંગમાં રહી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ સ્પર્ધામાં ઉતરી. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદે દાવ માર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ગેરાલ્ડ કોએત્ઝીની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાર્દુલની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઉમરઝાઈને 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો.
ચેન્નાઈ અને મુંબઈએ રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે કમિન્સને ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. બાદમાં RCB અને હૈદરાબાદ આ રેસમાં જોડાયા હતા.