IPL 2026

મહિલાઓની આરસીબીને 440 વૉટનો ઝટકો, મુખ્ય બૅટર નહીં રમેઃ દિલ્હીની ટીમને પણ નુકસાન…

મુંબઈઃ મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) શરૂ થવાને માંડ 10 દિવસ બાકી છે ત્યારે બે જાણીતી વિદેશી ખેલાડીઓ અંગત કારણસર આ ટૂર્નામેન્ટમાંથી હટી ગઈ છે. આ બાદબાકી બન્ને ટીમ માટે મોટા નુકસાન સમાન છે.

રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરી (ELLYSE PERRY) અને ઑસ્ટ્રેલિયાની જ ઑલરાઉન્ડર ઍનાબેલ સદરલૅન્ડ (Annabel Sutherland) દિલ્હી કૅપિટલ્સ (DC) ટીમમાં છે અને એલિસ પેરીની જેમ તેણે પણ ડબ્લ્યૂપીએલની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે.

(RCB)ની ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરી (ELLYSE PERRY) & ઑસ્ટ્રેલિયાની જ ઑલરાઉન્ડર ઍનાબેલ સદરલૅન્ડ (Annabel Sutherland) દિલ્હી કૅપિટલ્સ (DC)

આરસીબીએ એલિસ પેરીની જગ્યાએ સયાલી સતઘરેને સ્ક્વૉડમાં સમાવી છે. પેરી આરસીબી વતી ડબ્લ્યૂપીએલમાં સૌથી વધુ 972 રન બનાવી ચૂકી છે. સયાલીને આ ફ્રૅન્ચાઇઝી 2026ની સીઝન રમવાના 30 લાખ રૂપિયા આપશે.

ડીસીએ સદરલૅન્ડના સ્થાને ઑસ્ટ્રેલિયાની જ ઑલરાઉન્ડર અલાના કિંગને રમવા બોલાવી છે. અલાના કિંગના માતા-પિતા મૂળ ચેન્નઈના છે. અલાનાને ડીસીનું ફ્રૅન્ચાઇઝી આ સીઝન રમવાના 60 લાખ રૂપિયા આપશે.

આ પણ વાંચો…WPL ઓક્શનમાં પણ ચર્ચા તો નીતા અંબાણીની ‘Hermès Kelly’ બેગની જ, તમે પણ ના જોઈ હોય તો જોઈ લો…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button