IPL 2026

આઇપીએલના ઑક્શનમાં આજે કોણ સૌથી મોંઘા અને કોને કોઈએ પણ નથી ખરીદ્યા…

અબુ ધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે અહીં મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન (CAMERON GREEN) પર સૌની નજર હતી, તે વિદેશી ખેલાડીઓમાં સૌથી ઊંચા ભાવે વેચાવાનો હતો અને તેને મેળવવા તીવ્ર હરીફાઈ થવાની હતી અને આ બધી ધારણા સાચી પડી છે અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 25.20 કરોડ રૂપિયામાં મેળવીને આઇપીએલના વિદેશી ખેલાડીઓના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે.

ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને 2024ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 23.75 રૂપિયાના તોતિંગ ભાવે ખરીદીને આશ્ચર્ય ફેલાવ્યું હતું. જોકે તે ધારણા જેવું નહોતો રમ્યો અને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ તેને આ વખતે હરાજીમાં મૂકી દીધો હતો. 2025ની આઇપીએલની વિજેતા ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ આ વખતે તેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 7.00 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.

આઇપીએલના આજના મિની ઑક્શનના સૌથી મોંઘા ખેલાડીઓ

ખેલાડી ટીમ બેઝ પ્રાઇસકેટલામાં ખરીદાયો
કૅમેરન ગ્રીનકોલકાતા2.0025.20
વેન્કટેશ ઐયરબેંગલૂરુ2.007.00
ડેવિડ મિલરદિલ્હી2.002.00
બેન ડકેટદિલ્હી2.002.00
જૅકબ ડફીબેંગલૂરુ2.002.00
વનિન્દુ હસરંગાલખનઊ2.002.00
ફિન ઍલનકોલકાતા2.002.00
ક્વિન્ટન ડિકૉકમુંબઈ1.001.00

(નોંધઃ તમામ આંકડા કરોડ રૂપિયામાં છે)

આજે કયા ખેલાડીઓને કોઈએ નથી ખરીદ્યા

ખેલાડીબેઝ પ્રાઇસ
મૅટ હેન્રી2.00
આકાશ દીપ1.00
જૅમી સ્મિથ2.00
જૉની બેરસ્ટૉ1.00
રહમનુલ્લા ગુરબાઝ1.50
શ્રીકાર ભરત0.75
દીપક હૂડા0.75
વિઆન મુલ્ડર1.00
લિઆમ લિવિંગસ્ટ2.00
રચિન રવીન્દ્ર2.00
ગસ ઍટક્નિસન2.00
સરફરાઝ ખાન0.75
ડેવૉન કૉન્વે2.00
પૃથ્વી શૉ0.75
જેક ફ્રૅઝર-મૅકગર્ક2.00

(નોંધઃ તમામ આંકડા કરોડ રૂપિયામાં છે)

આ પણ વાંચો…ઓક્શન પહેલા IPL 2026ની તારીખો લીક થઇ! આ તારીખે યોજાશે પહેલી મેચ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button