IPL 2026

IPL ઓક્શનમાં ઓલરાઉન્ડર પ્રશાંત વીર છવાયો, ચેન્નઈએ લગાવ્યો મોટો દાવ…

રવિન્દ્ર જાડેજા ‘બાપુ’ના બદલામાં ચેન્નઈ પ્રશાંત વીરને ખરીદ્યો

દુબઈઃ ઉત્તર પ્રદેશના ઓલ રાઉન્ડર પ્રશાંત વીર આ વખતની આઈપીએલ ઓક્શનમાં છવાઈ ગયો છે, જેના પર પણ પૈસાનો વરસાદ થયો છે. આ વખતની લીગનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે, જેમાં ચેન્નઈ સુપરકિંગ્સે કાર્તિક શર્માની માફક પ્રશાંત વીરને ખરીદ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઓલરાઉન્ડર પ્રશાંત વીરે પણ આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે ખરીદ્યો છે.

પ્રશાંત વીર ઉત્તર પ્રદેશના અમેઠીનો રહેવાસી છે
આઈપીએલના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવનાર પ્રશાંત વીર ઉત્તર પ્રદેશના અમેઠીનો રહેવાસી છે. આ ખેલાડીએ 2 ફર્સ્ટ ક્લાસ મેચ અને નવ ટવેન્ટી-20 મેચમાં રમ્યો છે. આ ખેલાડીના નામે 12 વિકેટ લીધી છે, પરંતુ ટવેન્ટી-20માં 112 રન બનાવ્યા છે. આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ 170ની આસપાસ છે.

યુવરાજસિંહના પ્રદર્શનથી ક્રિકેટર બનવાની પ્રેરણા
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં પ્રશાંત વીરે 37થી વધુ એવરેજથી 112 રન બનાવ્યા હતા, જ્યારે સ્ટ્રાઈક રેટ 170ની આસપાસ રહ્યો છે. એા સિવાય નવ વિકેટ લેવામાં સફળ રહ્યો છે, જ્યારે ઈકોનોમી રેટ પ્રતિઓવર 6.7 રનનો છે. પ્રશાંત વીર શાનદાર ફિલ્ડર પણ છે.ચેન્નઈ સુપરકિંગ્સે પ્રશાંત વીરને રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે ખરીદ્યો છે. પ્રશાંત વીરનું સપનું ધોનીએ પૂરું કર્યું છે.

એક ઈન્ટરવ્યૂમાં વીરે કહ્યું હતું કે આઈપીએલમાં ફક્ત સિઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમવા ઈચ્છે છે. તે ધોનીને પણ પસંદ કરે છે, તેથી ચેન્નઈની ટીમે તેને મોટી કિંમત ચૂકવીને ખરીદ્યો છે. પ્રશાંત વીરનો ફેવરેટ ખેલાડી યુવરાજ સિંહ છે. 2011માં યુવરાજનું ઓલરાઉન્ડ પ્રદર્શન જોઈને તેને ક્રિકેટર બનવાની પ્રેરણા મળી હતી.

દિલ્હીમાં રમતી વખતે આંખ ગુમાવી હોત..
પ્રશાંત વીરે દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં ભયંકર ઈજા પહોંચી હતી, ત્યાર પછી તેની કારકિર્દી પર સવાલ લાગી ગયો હતો. એક મેચમાં કેચ કરવાના પ્રયાસમાં બોલ તેની આંખ પર વાગ્યો હતો. આંખ નજીક ટાંકા લેવાની નોબત આવી હતી. જોકે, પ્રશાંતનું નસીબ સારું કે આંખ બચી ગઈ હતી. પ્રશાંત વીર પછી અંડર 23 સ્ટેટ એ ટ્રોફીમાં પોતાનો પરચો આપ્યો હતો. આ ખેલાડીએ સાત મેચમાં 19 સિક્સરથી 376 રન બનાવ્યા હતા, જ્યારે બેટિંગ એવરેજ 94 હતી, જ્યારે 18 વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.

આ પણ વાંચો…IPL ઓક્શનનું સૌથી મોટું સરપ્રાઈઝઃ કોણ છે કાર્તિક શર્મા જેના માટે ચેન્નઈ તિજોરી ખોલી નાખી…

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button