IPL 2026

અનકૅપ્ડ ખેલાડીઓ ન્યાલ થઈ ગયા…

પ્રશાંત-કાર્તિક શર્મા ભારત વતી નથી રમ્યા છતાં 14.20 કરોડ રૂપિયામાં ફાવી ગયા!

અબુ ધાબીઃ અહીં મંગળવારે આયોજિત આઇપીએલ (ipl)ના મિની ઑકશનમાં કૅમેરન ગ્રીન (25.20 કરોડ રૂપિયા) છવાઈ ગયો હતો, પરંતુ તેનાથી પણ વધુ ચર્ચા ભારતના ખાસ કરીને બે અનકૅપ્ડ (uncapped) ખેલાડી (આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય એવા પ્લેયર) ઉત્તર પ્રદેશના પ્રશાંત વીર અને રાજસ્થાનના કાર્તિક શર્માની હતી. તેમને ચેન્નઈએ માત્ર 30-30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયા-14.20 કરોડ રૂપિયામાં ખરીદીને ધમાલ મચાવી દીધી હતી. બીજા કેટલાક અનકૅપ્ડ પ્લેયર્સને પણ ખરીદીને ભારતીય ટીમોના ફ્રૅન્ચાઇઝીઓએ રોમાંચ જગાવ્યો હતો.

પ્રશાંત વીર સ્પિન ઑલરાઉન્ડર છે, જ્યારે કાર્તિક શર્મા વિકેટકીપર-બૅટ્સમૅન છે. જમ્મુ-કાશ્મીરના 29 વર્ષના પેસ બોલર ઑકિબ નબીને દિલ્હીએ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 8.40 કરોડ રૂપિયામાં મેળવીને સનસનાટી મચાવી દીધી છે.

મધ્ય પ્રદેશના 23 વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મંગેશ યાદવને ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગલૂરુએ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 5.20 કરોડ રૂપિયામાં, દિલ્હીના વિકેટકીપર-બૅટ્સમૅન તેજસ્વી દહિયાને 30 લાખ રૂપિયા સામે 3.00 કરોડ રૂપિયામાં અને રાજસ્થાનના 21 વર્ષીય વિકેટકીપર મુકુલ ચૌધરીને લખનઊએ 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 2.60 કરોડ રૂપિયામાં મેળવીને આ ટૂર્નામેન્ટમાં એક્સાઇટમેન્ટ વધારી દીધું છે.

આ પણ વાંચો…પૃથ્વી શૉને છેલ્લી ઘડીએ દિલ્હીએ, સરફરાઝને ચેન્નઈએ 75 લાખની મૂળ કિંમતે ખરીદી લીધા…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button