IPL 2026

પૃથ્વી શૉને છેલ્લી ઘડીએ દિલ્હીએ, સરફરાઝને ચેન્નઈએ 75 લાખની મૂળ કિંમતે ખરીદી લીધા…

જાણો, આઇપીએલના ઑક્શનમાં કોણ સૌથી મોંઘા અને કોને કોઈએ પણ ન ખરીદ્યા

અબુ ધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મંગળવારે અહીં મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન પર સૌની નજર હતી, તે વિદેશી ખેલાડીઓમાં સૌથી ઊંચા ભાવે વેચાવાનો હતો અને તેને મેળવવા તીવ્ર હરીફાઈ થવાની હતી અને આ બધી ધારણા સાચી પડી છે અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 25.20 કરોડ રૂપિયામાં મેળવીને આઇપીએલના વિદેશી ખેલાડીઓના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે. ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે, જ્યારે મથીશા પથિરાના 18.00 કરોડ રૂપિયામાં સૌથી મોંઘો શ્રીલંકન પ્લેયર બન્યો છે.

અબુ ધાબી (Abu dhabi)ના ઑક્શનમાં ખેલાડીઓને ખરીદવા પાછળ ટીમો દ્વારા કુલ મળીને 215.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

પૃથ્વી શૉ (Prithvi shaw)ને શરૂઆતમાં અનસૉલ્ડ રહ્યા પછી છેલ્લી ઘડીએ (રાત્રે 9.00 વાગ્યે) દિલ્હી કૅપિટલ્સે 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લીધો હતો. સરફરાઝ ખાનને ચેન્નઈએ 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર છેલ્લી પળોમાં મેળવી લીધો હતો. બેંગલૂરુએ અન્ડર-19 એશિયા કપના બે ભારતીય ખેલાડી કનિષ્ક ચૌહાણ અને વિહાન મલ્હોત્રાને 30 લાખ રૂપિયાના મૂળ ભાવે ખરીદી લીધા હતા.

ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને 2024ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 23.75 રૂપિયાના તોતિંગ ભાવે ખરીદીને આશ્ચર્ય ફેલાવ્યું હતું. જોકે તે ધારણા જેવું નહોતો રમ્યો અને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ તેને આ વખતે હરાજીમાં મૂકી દીધો હતો. 2025ની આઇપીએલ (IPL)ની વિજેતા ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ આ વખતે તેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 7.00 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.

આ પણ વાંચો…આઇપીએલના ઑક્શનની મહિલા સંચાલક વિશે આ જાણો છો?

આઇપીએલના મિની ઑક્શનના સૌથી મોંઘા ખેલાડીઓ

ખેલાડી ટીમબેઝ પ્રાઇસ કેટલામાં ખરીદાયો
કૅમેરન ગ્રીનકોલકાતા2.0025.20
મથીશા પથિરાનાકોલકાતા2.0018.00
પ્રશાંત વીરચેન્નઈ0.3014.20
કાર્તિક શર્માચેન્નઈ0.3014.20
લિઆમ લિવિંગસ્ટનહૈદરાબાદ2.0013.00
મુસ્તફિઝુર રહમાનકોલકાતા 2.009.20
જૉશ ઇંગ્લિસલખનઊ2.008.60
ઑકિબ નબીદિલ્હી0.308.40
રવિ બિશ્નોઈરાજસ્થાન2.007.20
જેસન હોલ્ડરગુજરાત2.007.00
વેન્કટેશ ઐયરબેંગલૂરુ2.007.00
રાહુલ ચાહરચેન્નઈ1.005.20
મંગેશ યાદવબેંગલૂરુ0.305.20
બેન ડ્વારશુઇસપંજાબ1.004.40
પથુમ નિસંકાદિલ્હી0.75 4.00
તેજસ્વી દહિયાકોલકાતા0.303.00
કૂપર કૉનોલીપંજાબ2.003.00
જૅક એડવર્ડ્સહૈદરાબાદ0.503.00
મુકુલ ચૌધરીલખનઊ0.302.60
ઍડમ મિલ્નરાજસ્થાન2.002.40
અક્ષત રઘુવંશીલખનઊ0.302.20
ડેવિડ મિલરદિલ્હી2.002.00
મૅટ હેન્રીચેન્નઈ2.002.00
લુન્ગી ઍન્ગિડીદિલ્હી2.002.00
બેન ડકેટદિલ્હી2.002.00
જૅકબ ડફીબેંગલૂરુ2.002.00
વનિન્દુ હસરંગાલખનઊ2.002.00
રચિન રવીન્દ્રકોલકાતા2.002.00
ફિન ઍલનકોલકાતા2.002.00
ક્વિન્ટન ડિકૉકમુંબઈ1.001.00
આકાશ દીપકોલકાતા1.001.00

(નોંધઃ તમામ આંકડા કરોડ રૂપિયામાં છે)

કયા જાણીતા ખેલાડીઓને કોઈએ નહોતા ખરીદ્યા

ચેતન સાકરિયા, દાસુન શનાકા, ડેરિલ મિચલ, માઇકલ બે્રસવેલ, જૅમી સ્મિથ, ગસ ઍટક્નિસન, દીપક હૂડા, રહમનુલ્લા ગુરબાઝ, વિઆન મુલ્ડર, ડેવૉન કૉન્વે, જૉની બેરસ્ટૉ, જેરાલ્ડ કૉએટ્ઝી, શૉન અબૉટ, કર્ણ શર્મા, યશ ધુલ, જેક ફ્રેઝર-મૅકગર્ક, તનુશ કોટિયન, કુમાર કાર્તિકેય, આકાશ મઢવાલ, સિમરનજીત સિંહ, રાજ લિંબાણી, મયંક ડાગર, મનન વોહરા, ઝાય રિચર્ડસન, અલ્ઝારી જોસેફ, રાયલી મેરેડિથ, તસ્કિન અહમદ, સિદ્ધાર્થ યાદવ, ચિંતલ ગાંધી, તન્મય ત્યાગરાજન, કેસી કરિયપ્પા, રિચર્ડ ગ્લીસન, મુરુગન અશ્વિન, કેએમ આસિફ, કમલેશ નાગરકોટી, વંશ બેદી, મહિપાલ લૉમરોર, રાજયવર્દન હંગારગેકર, અથર્વ ટેઇડ, સ્પેન્સર જૉન્સન, માહીશ થીકશાના, ફઝલહક ફારુકી, મુજીબ-ઉર-રહમાન, વિજય શંકર, અભિનવ મનોહર, અનમોલપ્રીત સિંહ, શ્રીકાર ભરત.
(આમાંના અમુક ખેલાડીને ફ્રૅન્ચાઇઝી આઇપીએલ અગાઉ ખરીદી શકે)

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button