જાડેજાનું રાજસ્થાનમાં કમબૅક, પણ આન્દ્રે રસેલને કોલકાતાએ હરાજીમાં મૂકીને ચોંકાવી દીધા

દસ ટીમમાંથી કોણે કયા ખેલાડીને ગુડબાય કરી, કોને રીટેન કર્યા અને કોને ટ્રેડમાં મેળવ્યા?: કઈ ટીમ પાસે ઑક્શન માટે કેટલું ભંડોળ બાકી છે?
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10 ટીમે શનિવારે બપોરે 3.00 વાગ્યાની મુદત સુધીમાં આ સ્પર્ધાના મોવડીઓને લિસ્ટ આપી દીધા હતા જેમાં તેમણે 2026ની આઇપીએલ પહેલાં કયા ખેલાડીઓને જાળવી રાખ્યા (રીટેન કર્યા), કોને ટ્રેડિંગ વિન્ડોમાં અન્ય ટીમને આપી દીધા છે અથવા કોની પાસેથી મેળવ્યા અને કોને આગામી 16મી ડિસેમ્બરના ઑક્શન માટે રિલીઝ (છૂટા) કરી દીધા છે તેમના નામ દર્શાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા (JADEJA)એ રાજસ્થાન રૉયલ્સમાં કમબૅક કર્યું છે, પરંતુ આન્દ્રે રસેલને કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) હરાજીમાં મૂકીને આશ્ચર્ય ફેલાવ્યું છે.
16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં એક દિવસનું મિની-ઑક્શન યોજાશે જેમાં તમામ ટીમોને મર્યાદિત સંખ્યામાં ખેલાડીઓ ખરીદવાનો મોકો મળશે. જોકે હરાજીના એ સમયકાળ પછીના ટ્રેડિંગ વિન્ડોમાં પણ ટીમોને અન્ય ટીમ પાસેથી ખેલાડીની અદલાબદલી કરવાનો અથવા ખરીદવાનો મોકો મળશે.
આ પણ વાંચો : IPL 2024: ધોની બેટિંગમાં આવ્યો ને રસેલને કાન કેમ બંધ કરવા પડ્યા, તસવીરો વાઈરલ
2025ની આઇપીએલ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ જીતી લીધી હતી અને પંજાબ કિંગ્સની ટીમ રનર-અપ રહી હતી. એ સીઝનના પ્લે-ઑફ પહેલાંના પૉઇન્ટ્સ-ટેબલમાં પંજાબની ટીમ મોખરે હતી અને ચેન્નઈની ટીમ સાવ તળિયે હતી.
ત્રણ વખત આઇપીએલનું ટાઇટલ જીતી ચૂકેલા કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના ફ્રૅન્ચાઇઝીએ મોટો ધડાકો કર્યો છે. શાહરુખ ખાનની સહ-માલિકીવાળી આ ટીમમાંથી પીઢ કૅરિબિયન ખેલાડી અને કેકેઆરને ઘણી મૅચો જિતાડી આપનાર આક્રમક બૅટ્સમૅન અને ઑલરાઉન્ડર આન્દ્રે રસેલને 16મી ડિસેમ્બરના ઑક્શન માટે રિલીઝ કરી દેવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે એને ટ્રેડમાં કોઈ ટીમને આપી પણ નથી દેવાયો. તે 2014ની સાલથી કેકેઆરમાં હતો. એ પહેલાં તે દિલ્હી ડેરડેવિલ્સ ટીમમાં હતો. કેકેઆરે તેને 2025ના મેગા ઑક્શન પહેલાં 12 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. કેકેઆરે ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને પણ હરાજીમાં મૂક્યો છે. આ ફ્રૅન્ચાઇઝીએ 2025માં તેને હરાજીમાં 23.75 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો, પરંતુ તે સારું નહોતો રમ્યો.
આ પણ વાંચો : BCCI માટે IPL બની સોનાની ખાણ! BCCIની રેકોર્ડબ્રેક કમાણીમાં IPLનો સિંહફાળો
સૌથી વધુ ફંડ કોની પાસે છે
તમામ 10 ટીમમાંથી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) પાસે સૌથી વધુ ભંડોળ બચ્યું છે. કેકેઆર હજી 64.30 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકશે, જ્યારે સીએસકે પાસે 43.40 કરોડનું ફંડ બાકી રહ્યું છે. અન્ય આઠ ટીમમાંથી 2.75 કરોડ રૂપિયાનું સૌથી ઓછું ભંડોળ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) પાસે છે.
કઈ ટીમે કોને હરાજી માટે રિલીઝ કર્યા, કોને રીટેન કર્યા
કોલકાતા નાઇટ રાઇડર્સ (64.30 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ આન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયર, એન્રિક નોર્કિયા, ચેતન સાકરિયા, લવનીત સિસોદિયા, મોઇન અલી, ક્વિન્ટન ડિકૉક, રહમનુલ્લા ગુરબાઝ, સ્પેન્સર જૉન્સન.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ અજિંક્ય રહાણે, રિન્કુ સિંહ, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી, રૉવમૅન પોવેલ, અનુકૂલ રૉય, હર્ષિત રાણા, મનીષ પાન્ડે, રમણદીપ સિંહ, ઉમરાન મલિક, વૈભવ અરોરા.
આ પણ વાંચો : કોલકાતાના 179/6 બાદ ચેન્નઈએ ઝીરોમાં બે વિકેટ ગુમાવી…
ચેન્નઈ સુપર કિંગ્સ (43.40 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ રવીન્દ્ર જાડેજા (રાજસ્થાનને આપ્યો), ડેવૉન કૉન્વે, રચિન રવીન્દ્ર, દીપક હૂડા, આન્દ્રે સિદ્ધાર્થ, મથીશા પથિરાના, સૅમ કરૅન (રાજસ્થાનને આપ્યો), કમલેશ નાગરકોટી, રાહુલ ત્રિપાઠી, શેખ રાશીદ, વિજય શંકર, વંશ બેદી.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સૅમસન (રાજસ્થાન પાસેથી મેળવ્યો), ડેવાલ્ડ બે્રવિસ, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, શિવમ દુબે, નૂર અહમદ, નૅથન એલિસ, શ્રેયસ ગોપાલ, અંશુલ કંબોજ, ખલીલ અહમદ, રામક્રિષ્ન ઘોષ, મુકેશ ચૌધરી, જૅમી ઓવર્ટન, ગુર્જપનીત સિંહ.
આ પણ વાંચો : ચેન્નઈની પ્રથમ બૅટિંગ, મ્હાત્રેએ ફટકાબાજી શરૂ કર્યા પછી તરત વિકેટ ગુમાવી
રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (16.40 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ લિઆમ લિવિંગસ્ટન, લુન્ગી ઍન્ગિડી, મયંક અગરવાલ, મનોજ ભંડાગે, સ્વસ્તિક ચિકારા, મોહિત રાઠી.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ વિરાટ કોહલી, રજત પાટીદાર, ફિલ સૉલ્ટ, દેવદત્ત પડિક્કલ, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, જિતેશ શર્મા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જૉશ હૅઝલવૂડ, સુયશ શર્મા, અભિનંદન સિંહ, જૅકબ બેથેલ, નુવાન થુશારા, રસિખ દાર, સ્વપ્નિલ સિંહ.
આ પણ વાંચો : વિરાટનો કયો વીડિયો કર્ણાટક સરકારનું નિશાન બન્યો છે? બેંગલૂરુની દુર્ઘટના માટે દોષી ગણાવ્યો!
પંજાબ કિંગ્સ (11.5 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ ગ્લેન મૅક્સવેલ, જૉશ ઇંગ્લિશ, આરૉન હાર્ડી, કાઇલ જૅમીસન, કુલદીપ સેન, પ્રવીણ દુબે.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ શ્રેયસ ઐયર, અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઇ, હર્નૂર પન્નુ, હરપ્રીત બ્રાર, લૉકી ફર્ગ્યુસન, માર્કો યેનસેન, માર્કસ સ્ટોઇનિસ, મિચ ઑવેન, મુશીર ખાન, નેહલ વઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, પી. અવિનાશ, શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ.
આ પણ વાંચો : IPL ટીમ પંજાબ કિંગ્સના માલિકોમાં ડખો, પ્રીતિ ઝિન્ટાએ નેસ વાડિયા-મોહિત બર્મન સામે કર્યો કેસ
મુંબઈ ઇન્ડિયન્સ (2.75 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ અર્જુન તેન્ડુલકર (લખનઊને આપ્યો), બેવૉન જેકબ્સ, કર્ણ શર્મા, લિઝાદ વિલિયમ્સ, મુજીબ ઉર રહમાન, રીસ ટૉપ્લી, ક્રિષન શ્રીજીત, સત્યનારાયણ રાજુ, વિજ્ઞેશ પુથુર.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, મિચલ સૅન્ટનર, રાયન રિકલ્ટન, ટ્રેન્ટ બૉલ્ટ, વિલ જૅક્સ, શાર્દુલ ઠાકુર (લખનઊ પાસેથી મેળવ્યો), શેરફેન રુધરફર્ડ (ગુજરાત પાસેથી મેળવ્યો), મયંક માર્કન્ડે (કોલકાતા પાસેથી મેળવ્યો), એ. એમ. ગઝનફર, અશ્વની કુમાર, કૉર્બિન બૉશ્ચ, દીપક ચાહર, નમન ધીર, રઘુ શર્મા, રાજ બાવા, રૉબિન મિન્ઝ.
આ પણ વાંચો : દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…
લખનઊ સુપર જાયન્ટ્સ (22.95 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ ડેવિડ મિલર, આર્યન જુયલ, યુવરાજ ચૌધરી, રવિ બિશ્નોઈ, રાજ્યવર્ધન હંગારગેકર, શાર્દુલ ઠાકુર (મુંબઈને આપ્યો), આકાશ દીપ. શમાર જોસેફ.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ રિષભ પંત, મિચલ માર્શ, અર્જુન તેન્ડુલકર (મુંબઈ પાસેથી મેળવ્યો), અબ્દુલ સામદ, એઇડન માર્કરમ, મોહમ્મદ શમી (હૈદરાબાદ પાસેથી મેળવ્યો), નિકોલસ પૂરન, આકાશ સિંહ, અર્શિન કુલકર્ણી, આવેશ ખાન, આયુષ બદોની, દિગ્વેશ રાઠી, હિમ્મત સિંહ, મણિમારન સિદ્ધાર્થ, મૅથ્યૂ બ્રીટ્ઝકે, મયંક યાદવ, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહમદ.
આ પણ વાંચો : રિષભ પંતને લખનઊના ફ્રૅન્ચાઇઝીએ કાઢી મૂક્યો? અફવા પર ભડકેલા કૅપ્ટને શું કહ્યું જાણી લો…
સનરાઇર્ઝ હૈદરાબાદ (25.50 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ મોહમ્મદ શમી (લખનઊને આપ્યો), વિઆન મુલ્ડર, ઍડમ ઝૅમ્પા, અથર્વ ટેઇડ, સચિન બૅબી, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, રાહુલ ચાહર.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ અભિષેક શર્મા, પૅટ કમિન્સ, હિન્રિક ક્લાસેન, ટ્રૅવિસ હેડ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, ઇશાન કિશન, જયદેવ ઉનડકટ, અનિકેત વર્મા, બ્રાઇડન કાર્સ, એશાન મલિન્ગા, હર્ષ દુબે, કામિન્ડુ મેન્ડિસ, રવિચન્દ્રન સ્મરણ, ઝીશાન અન્સારી.
દિલ્હી કૅપિટલ્સ (21.80 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ ડૉનોવાન ફરેરા (રાજસ્થાનને આપ્યો), દર્શન નાલકંડે, ફાફ ડુ પ્લેસી, જેક ફ્રૅઝર-મૅકગર્ક, માનવંત કુમાર, મોહિત શર્મા, સેદિકુલ્લા અટલ.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ અક્ષર પટેલ, કે. એલ. રાહુલ, કરુણ નાયર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, કુલદીપ યાદવ, મિચલ સ્ટાર્ક, આશુતોષ શર્મા, નીતીશ રાણા (રાજસ્થાન પાસેથી મેળવ્યો), અભિષેક પોરેલ, અજય મન્ડલ, દુષ્મન્થા ચમીરા, સમીર રિઝવી, માધવ તિવારી, ટી. નટરાજન, ત્રિપુરાણા વિજય, વિપરાજ નિગમ.
ગુજરાત ટાઇટન્સ (12.90 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ શેરફેન રુધરફર્ડ (મુંબઈને આપ્યો), દાસુન શનાકા, જેરાલ્ડ કૉએટ્ઝી, કરીમ જનત, કુલવંત ખેજરોલિયા, મહિપાલ લૉમરોર.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ શુભમન ગિલ, જૉસ બટલર, કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, વૉશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, સાઇ સુદર્શન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, ગુર્નૂર બ્રાર, ઇશાંત શર્મા, જયંત યાદવ, કુમાર કુશાગ્રા, માનવ સુથાર, અર્શદ ખાન, નિશાંત સિંધુ, આર. સાઇ કિશોર, રાહુલ તેવાટિયા, એમ. શાહરુખ ખાન.
રાજસ્થાન રૉયલ્સ (16.05 કરોડ રૂપિયાનું ફંડ બાકી)
કોને રિલીઝ કર્યા/ટ્રેડમાં આપી દીધાઃ સંજુ સૅમસન (ચેન્નઈને આપ્યો), નીતીશ રાણા (દિલ્હીને આપ્યો), માહીશ થીકશાના, વનિન્દુ હસરંગા, આકાશ મઢવાલ, અશોક શર્મા, ફઝલહક ફારુકી, કુમાર કાર્તિકેય, કુણાલ સિંહ રાઠોર.
કોને રીટેન કર્યા/ટ્રેડમાં મેળવ્યાઃ રવીન્દ્ર જાડેજા (ચેન્નઈ પાસેથી મેળવ્યો), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ડૉનોવાન ફરેરા (દિલ્હી પાસેથી મેળવ્યો), સૅમ કરૅન (ચેન્નઈ પાસેથી મેળવ્યો), ધ્રુવ જુરેલ, જોફરા આર્ચર, શિમરૉન હેટમાયર, ક્વેના મફાકા, લુઆન-ડ્રે પ્રીટોરિયસ, નેન્ડ્રે બર્ગર, રિયાન પરાગ, સંદીપ શર્મા, શુભમ દુબે, તુષાર દેશપાંડે, યુધવીર સિંહ.



