સ્પોર્ટસ
આજે આઈપીએલનું પ્લેયર્સ ઑકશન ક્યાં? કયા સમયે ?

અબુ ધાબી : ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 19મી સીઝન (વર્ષ 2026) માટેના ખેલાડીઓનું મિની ઑકશન આજે અબુ ધાબી (Abu Dhabi)ના એતિહાદ અરીનામાં બપોરે 2:30 કલાકે શરૂ થશે.
મૂળ શેડ્યૂલ પ્રમાણે આજે કુલ 350 ખેલાડીઓના નામ પર બોલી બોલાવાની હતી, પરંતુ બીસીસીઆઈ દ્વારા 19 ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવતા હવે કુલ મળીને 369 પ્લેયર્સના નામ હરાજી (Auction)માં મૂકવામાં આવશે જેમાંના અમુક ખેલાડીઓને ખરીદવા માટે મોટા ભાગના ફ્રેન્ચાઇઝી વચ્ચે રસાકસી થશે.
ખાસ કરીને કૅમેરન ગ્રીન, વેંકટેશ ઐયર, લિયામ લિવિંગસ્ટન તેમ જ ભારતના કેટલાક યુવા ખેલાડીઓને મેળવવા માટે ફ્રેન્ચાઇઝીઓ તીવ્ર હરીફાઈમાં ઊતરશે.
ત્રણ ટાઈટલ જીતી ચૂકેલી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનું ફ્રેન્ચાઇઝી સૌથી વધુ 64.30 કરોડ રૂપિયાના ફંડ સાથે ઑક્શનમાં ભાગ લેશે.
કઈ ટીમને હવે કેટલા પ્લેયરની જરૂર છે
| ટીમ | કુલ ખેલાડીઓ | વિદેશી ખેલાડીઓ |
| ચેન્નઈ | નવ | ચાર |
| ગુજરાત | પાંચ | ચાર |
| દિલ્હી | આઠ | પાંચ |
| મુંબઈ | પાંચ | એક |
| કોલકાતા | તેર | છ |
| લખનઊ | છ | ચાર |
| પંજાબ | ચાર | બે |
| રાજસ્થાન | નવ | એક |
| બેંગલુરુ | આઠ | બે |
| હૈદરાબાદ | દસ | બે |
કઈ ટીમ પાસે કેટલું ભંડોળ ખર્ચ કરવાનું બાકી છે
| શહેર | રકમ (કરોડ રૂપિયા) |
| કોલકાતા | 64.30 |
| ચેન્નઈ | 43.40 |
| હૈદરાબાદ | 25.50 |
| લખનઊ | 22.95 |
| દિલ્હી | 21.80 |
| બેંગલુરુ | 16.40 |
| રાજસ્થાન | 16.05 |
| ગુજરાત | 12.90 |
| પંજાબ | 11.50 |
| મુંબઈ | 2.75 |



