IPL 2025

બોલો, અક્ષર પટેલને 12 લાખ અને સંજુ સેમસનને 24 લાખનો દંડ કેમ, જાણો આઈપીએલનું ગણિત?

નવી દિલ્હીઃ અત્યારે આઈપીએલ ચાલી રહી છે, લાખો લોકો મેચ શરૂ થતાની સાથે ટીવી કે મોબાઈલ લઈને આઈપીએલ જોવા માટે બેસી જોય છે. આઈપીએલમાં પણ ક્રિટેકના કેટલાક નિયમો હોય છે, જેનું ક્રિકેટરોએ પાલન કરવાનું હોય છે, જો કોઈ ભૂલ કે નિયમભંગ થાય તો પછી તેનો દંડ પણ ભરવાનો હોય છે. IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ધીમા ઓવર રેટ બદલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનનો પણ ધીમા ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

એક જ પ્રકારના નિયમના ભંગ માટે દંડ અલગ-અલગ કેમ?

દિલ્હી અને રાજસ્થાનના કપ્તાનને એક જ પ્રકારના ગુના માટે દંડ આપવામા આવ્યો પરંતુ તેમાં આશ્ચર્યની વાત એ છે કે, દંડની રકમ બન્નેમાં અલગ અલગ છે! આખરે એક જ પ્રકારના નિયમના ભંગ બદલ દંડની રકમ અલગ અલગ કેમ હોય છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ગુજરાત સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને મેચમાં ધીમા ઓવર રેટ માટે 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈ સામેની મેટમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને 12 લાખનો દંડ કરવામાં આવ્યો! અક્ષર-સેમસન અને તેની ટીમને IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ દંડની રકમ અલગ અલગ શા માટે?

આ પણ વાંચો: અક્ષર પટેલ માટે આસિસ્ટંટ કોચે આપ્યું મહત્ત્વનું નિવેદન, સંતુલન જાળવી રાખે છે…

નિયમ પ્રમાણે પહેલા અપરાધ માટે 12 લાખનો દંડ હોય છે

આઈપીએલના નિયમ અનુસાર કલમ 2.22 હેઠળ ધીમા ઓવર રેટ માટે પહેલી વારના નિયમના ભંગ માટે 12 લાખનો દંડ કરવામાં આવે છે, જેથી અક્ષર પટેલની પહેલી વખતના નિયમના ભંગ બદલ દંડ કર્યો છે, જ્યારે સંજુ સેમસનની ટીમ દ્વારા બીજી વખત નિયમનો ભંગ કરવા બદલ તેને 24 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે હવે જે કોઈ ધીમા ઓવર રેટનો અપરાધ કરશે તો દંડની રકમમાં વધારો કરવામાં આવશે.

અગાઉ આ ટીમના કેપ્ટનને પણ કરવામાં આવ્યો છે દંડ

આ સિઝન એટલે કે IPL 2025ની વાત કરવામાં આવે તો, સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવેલા અક્ષર પટેલ અને સંજુ સેમસન એકમાત્ર કેપ્ટન નથી. મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યા, લખનઊ સુપરજાયન્ટ્સના ઋષભ પંત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રજત પાટીદારને પણ સમાન ગુનાઓ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે મહત્વની વાત એ છે કે આઈપીએલના મેચ દરમિયાન જે પણ ક્રિકેટર નિયમનો ભંગ કરશે તો તેને દંડ કરવામાં આવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button