આઈપીએલના ઓપનિંગ પછી દિશા પટનીના ચાહકો કેમ ગુસ્સામાં છે? | મુંબઈ સમાચાર

આઈપીએલના ઓપનિંગ પછી દિશા પટનીના ચાહકો કેમ ગુસ્સામાં છે?

કોલકાતા: શનિવારે ઈડન ગાર્ડન્સમાં આઈપીએલ (IPL 2025)ના આરંભ પહેલાં જે પ્રારંભિક સમારોહ (Opening Ceremony) યોજાયો હતો એમાં અભિનેત્રી દિશા પટની (Disha Patani)ના પર્ફોર્મન્સને ટૂંકાવી નાખવામાં આવ્યો એ બદલ દિશાના ચાહકો (Fans) તેમ જ અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ બ્રોડકાસ્ટર્સ (Broadcasters) પર ગુસ્સે થયા છે.

દિશાના ડાન્સ સ્ટેપ્સ અને તેના હિટ સોન્ગ્સની ટીવી દર્શકો રાહ જોઈને બેઠા હતા. ખાસ કરીને દિશાનો ‘ડુ યુ લવ મી’ અને ‘મલંગ’ આધારિત પર્ફોર્મન્સ દર્શકોને ખાસ જોવો હતો. જોકે લાઈવ ટેલિકાસ્ટને ટૂંકાવીને કોમેન્ટરી પર લઈ જવામાં આવ્યું એને પગલે સોશિયલ મીડિયામાં બ્રોડકાસ્ટર્સની ટીકા થઈ રહી છે.

https://twitter.com/i/status/1903432307933143232

આ પણ વાંચો…દિલ્હી સહિત દેશભરના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાનો પર વીજળી થઈ ગુલ, જાણો શું છે કારણ…

આ કાર્યક્રમમાં શાહરુખ ખાને ઍન્કર તરીકેની તેમ જ મુખ્ય સ્ટેજ પર્ફોર્મરની ભૂમિકા ભજવી હતી. શ્રેયા ઘોષાલ તેમ જ કરણ ઔજલાના પણ પર્ફોર્મન્સ આ પ્રોગ્રામમાં હતા. શાહરુખે સ્ટેજ પર વિરાટ કોહલી અને રિન્કુ સિંહને આમંત્રિત કર્યા હતા.
દિશા પટનીના પર્ફોર્મન્સને અધવચ્ચેથી ટૂંકાવી નાખવામાં આવ્યો એ બદલ તેના ચાહકો બ્રોડકાસ્ટર્સ પર ખફા છે અને તેમણે ‘એક્સ’ પર જાત જાતની કમેન્ટ્સ કરી છે.

સંબંધિત લેખો

Back to top button