Viral Video: Rohit Sharma ડ્રેસિંગરૂમમાં બોલતો રહ્યો અને આકાશ અંબાણી અને હાર્દિક પંડ્યાએ…

આઈપીએલ-2025ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને દરેક ટીમ ટાઈટલ પોતાના નામે કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ પણ બેક ટુ બેક મેચ જિતીને રેસમાં દમદાર કમબેક કર્યું છે. હાલમાં એમઆઈના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા (Rohit Sharma) કંઈક કહી રહ્યો છે અને એમઆઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને ટીમના માલિક આકાશ અંબાણી (Akash Ambani) કંઈક એવું રિએક્શન આપી રહ્યા છે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં…
વાત જાણે એમ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ જિતીને રેસમાં દમદાર કમબેક કર્યું છે. વાત જાણે એમ છે કે રોહિત શર્માને તેની શાનદાર જિત માટે ડ્રેસિંગ રૂમ બેટિંગ એવોર્ડ મળ્યો હતો. આ મેચ બાદ રોહિતે ટીમને મોટિવેટ કરવા માટે સ્પીચ આપી હતી. રોહિત શર્માએ એમઆઈ માટે સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આવું પહેલી વખત નથી થયું કે જ્યારે રોહિતે બે આઈપીએલ મેચમાં બેક ટુ બેક હાફ સેન્ક્ચ્યુરી ફટકારી છે.
સૂર્યકુમાર યાદવે રોહિત શર્માને ડ્રેસિંગ રૂમ બેટિંગ એવોર્ડ આપ્યો એ સમયનો વીડિયો ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સૂર્યકુમાર યાદવે રોહિતને એવોર્ડ આપે છે. એવોર્ડ બાદ રોહિત પોતાની પ્રતિક્રિયા આપતો હોય છે અને ટીમને વધુને વધુ સારું પ્રદર્શન કરવા માટે મોટિવેટ કરતો હોય છે ત્યારે હાર્દિક પંડ્યા બેસીને શાંતિ સાંભળતો રહે છે અને ટીમનો માલિક આકાશ અંબાણી પોતાની જાતને તાળીઓ પાડી રહ્યો છે.
આપણ વાંચો: પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે મીડિયામાં પાકિસ્તાની નાયબ વડાપ્રધાનની ઝાટકણી કાઢી
રોહિતે જણાવ્યું હતું કે આપણે સતત સારું પ્રદર્શન કરતાં રહેવું પડશે. મેં ગેમ શરૂ કરતાં પહેલાં જ કહ્યું હતું કે આપણે સતત કંઈક કરતાં રહેવાની જરૂર છે. આજે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. ચાલો આને કન્ટિન્યુ રાખીએ. પાંચ વખતના ચેમ્પિયન કેપ્ટન હાર્દિક સાંભળી રહ્યો હતો અને આકાશ ખુશીથી તાળીઓ પાડી રહ્યો હતો.
એમઆઈએ આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે સતત બે હાફ સેન્ક્ચ્યુરી. ડ્રેસિંગ રૂમ બેટિંગ એવોર્ડ. રોહિત શર્માએ ચારે બાજુ શોટ લગાવ્યા અને અમને આ ખૂબ જ પસંદ આવ્યું. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.