IPL 2025 માં બે ગુજરાતી સંભાળશે ટીમની કમાન, 5 ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે…

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. તમામ ટીમોએ ખિતાબ જીતવા તૈયારી શરૂ કરી દીધી છે. આ સીઝનમાં મોટો બદલાવ જોવા મળશે. કારણકે પાંચ ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આઈપીએલમાં આ વખતે બે ટીમના કેપ્ટન ગુજરાતી હશે.
Also read : IPL 2025ની 10 ટીમમાંથી 9ના કેપ્ટન ભારતીય; જુઓ તમામ ટીમોના કેપ્ટનનું લીસ્ટ
ટીમ દ્વારા રિટેન કરવામાં આવેલા કેપ્ટન
મુંબઈ ઈન્ડિયન્સઃ હાર્દિક પંડ્યા
ચેન્નઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ
સનરાઈઝર્સ હૈદરાબાદઃ પેટ કમિંસ
રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન
ગુજરાત ટાઈટન્સઃ શુભમન ગિલ
નવા કેપ્ટનવાળી ટીમો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ રજત પાટીદાર
લખનઉ સુપર જાયન્ટ્સઃ ઋષભ પંત
કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે
પંજાબ કિંગ્સઃ શ્રેયસ અય્યર
દિલ્હી કેપિટલસઃ અક્ષર પટેલ
માત્ર એક જ વિદેશી કેપ્ટન
આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. આ પહેલા તમામ 10 ટીમોએ તેમના કેપ્ટન જાહેર કરી દીધા છે. જેમાં 9 ભારતીય અને 1 વિદેશી ખેલાડીને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.