બેટિંગ એપ્સની જાહેરાત કરતા 25 સેલિબ્રિટી સામે FIR; જાણો કોના કોના નામ સામેલ…

હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ની નવી સિઝન શરુ થવાની છે એ પહેલા ઓનલાઈન સટ્ટો રમાડતી ઘણી એપ્સ અને વેબ્સાઈટ્સની જાહેરાતો વધુ દેખાવા લાગી છે. આ જાહેરાતોમાં ફિલ્મ જગતના પ્રખ્યાત એક્ટર્સ અને ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. એવામાં તેલંગાણા પોલીસે ગેરકાયદે બેટિંગ એપની જાહેરાત કરવા બદલ 25 ફિલ્મ એક્ટર્સ સામે FIR નોંધી છે.
આ પણ વાંચો : ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ માઈકા કૉલેજમાં શા માટે ગયા હતા, જાણો વિગતે
અહેવાલ મુજબ ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્માની ફરિયાદ બાદ નોંધવામાં FIR નોંધવામાં આવી છે. પોલીસે આ રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા અને મંચુ લક્ષ્મી જેવા જાણીતા કલાકારો સામે કેસ નોંધ્યો છે.
FIR માં કોના કોના નામ સામેલ?

FIRમાં સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સના નામ સામેલ કરવામાં આવ્યા છે. FIRમાં પ્રણીતા, નિધિ અગ્રવાલ, અનન્યા નાગલ્લા, સિરી હનુમંતુ, શ્રીમુખી, વર્ષિની સૌન્દરજન, વાસંતી કૃષ્ણન, શોબા શેટ્ટી, અમૃતા ચૌધરી, નયની પવાણી, નેહા પઠાણ, પાંડુ, પદ્મવતી, ઇમરાન ખાન, વિષ્ણુ પ્રિયા, હર્ષ સાઈ, સન્ની યાદવ, શ્યામલા, ટેસ્ટી તેજા અને બંડારુ શેષાયની સુપ્રીતાના નામ સામેલ કરવામાં આવ્યા છે.
FIR માં શું નોંધવામાં આવ્યું?
FIR માં નોંધવામાં આવ્યું છે કે ઓનલાઈન બેટિંગ એપ્લિકેશનનો પ્રચાર સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા કરવામાં આવ્યો છે. આ જાહેરાતોમાં સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સ જોવા મળ્યા હતાં. આ ગેરકાયદેસર પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયાનો ખેલ થયો છે. આના કારણે ઘણા પરિવારો આર્થિક સંકટમાં ફસાયેલા છે.
FIR માં ફરિયાદીએ જણાવ્યું હતું કે આ બેટિંગ એપ્લિકેશનના ઉપયોગને કારણે લાખો લોકોએ મહેનતથી કમાયેલા પૈસા ગુમાવ્યા છે. ફરીયાદી ફણીન્દ્ર શર્માએ કહ્યું કે તેઓ પણ બેટિંગનો વ્યસની બની ગયા હતાં, પરંતુ તેના પરિવાર દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ તેઓએ બેટિંગ છોડી દીધી.
આ પણ વાંચો : ગુજરાતી ખેલાડી માનવ ઠક્કર ભારતીય ટેબલ ટેનિસમાં બની ગયો નંબર-વન…
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ:
પોલીસે છેતરપિંડીના આરોપસર અને આઈટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ FIRને કારણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ તેલંગાણા પોલીસે તેલુગુ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરી હતી, જેની દેશભરમાં ચર્ચા થઈ હતી.