IPL 2025

ખલીલ અહેમદને બોલિંગ આપવા મુદ્દે આખરે ફ્લેમિંગે કરી નાખી મોટી સ્પષ્ટતા

બેંગલુરુ: ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) સામે 19મી ઓવરમાં 33 રન આપવા છતાં ફાસ્ટ બોલર ખલીલ અહેમદનું સમર્થન કર્યું હતું, પરંતુ કહ્યું હતું કે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આગળ વધવા માટે અન્ય વિકલ્પો શોધશે.

ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં સારુ પ્રદર્શન કરનાર અંશુલ કંબોજની એક ઓવર બાકી હતી છતાં અહેમદને બોલિંગ આપવામાં આવી હતી. પરંતુ તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો, કારણ કે રોમારિયો શેફર્ડે આક્રમક બેટિંગ કરી હતી. ફ્લેમિંગે કહ્યું કે ખલીલે આ સીઝનમાં અમારા માટે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે, તેથી ધોની માટે તેની જગ્યાએ અન્ય કોઈ બોલરને લેવાનું કોઈ કારણ નથી

તેમણે કહ્યું, “કંબોજ પોતાની ભૂમિકામાં સતત સુધારો કરી રહ્યો છે. તે ડેથ ઓવરોમાં બોલિંગ કરવામાં સક્ષમ છે. તે ભવિષ્ય માટે એક વિકલ્પ બની શકે છે, પરંતુ ખલીલની જગ્યાએ તેને બોલિંગ કરવા માટે બોલાવવાનું કોઈ કારણ નહોતું.” આરસીબીએ ચેન્નઇ સામે 214 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તેની ટીમ પાંચ વિકેટે માત્ર 211 રન જ કરી શકી હતી.

આપણ વાંચો : CSK સામે શાનદાર ઇનિંગ સાથે વિરાટે વોર્નરનો રેકોર્ડ તોડ્યો, સાઈ સુદર્શનને પણ પાછળ છોડ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button