સનરાઇઝર્સ હૈદરાબાદે ટી-20 મૅચમાં સૌથી વધુ ફોરનો વિશ્વવિક્રમ રચી દીધો

હૈદરાબાદઃ ઇશાન કિશન, ટ્રેવિસ હેડ, હિન્રિક ક્લાસેન, અભિષેક શર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ ભેગા થઈને આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને આઇપીએલ (IPL 2025)ના ઇતિહાસનું સૌથી મોટું ટોટલ તો નહોતા અપાવી શક્યા, પરંતુ એક જ ટી-20માં સૌથી વધુ ચોક્કા ફટકારવાનો વિશ્વવિક્રમ અપાવવામાં જરૂર સફળ થયા હતા. હૈદરાબાદની ટીમે રાજસ્થાન રૉયલ્સ (RR) સામેની મૅચમાં કુલ મળીને 34 ફોર ફટકારી હતી જે ટી-20ના ઇતિહાસમાં નવો વર્લ્ડ રેકૉર્ડ છે.
હૈદરાબાદે ઇંગ્લૅન્ડની મિડલસેક્સ કાઉન્ટીની ટીમનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. મિડલસેક્સે સરે સામે 33 ફોરનો જે વિક્રમ નોંધાવ્યો હતો એ તૂટી ગયો છે.
આ પણ વાંચો: હૈદરાબાદના બૅટર્સે મચાવ્યો હાહાકાર, હાઇએસ્ટ ટોટલનો રેકૉર્ડ એક રન માટે ચૂકી ગયા
આઇપીએલમાં એક દાવમાં સૌથી વધુ ફોરનો વિક્રમ દિલ્હી ડેરડેવિલ્સનો હતો. દિલ્હીએ એક મૅચમાં ગુજરાત લાયન્સ સામે 31 ફોર ફટકારી હતી.
હૈદરાબાદની ટીમે ટી-20 જગતમાં નવો વિક્રમ નોંધાવ્યો એ સાથે દિલ્હી ડેરડિવિલ્સનો એ વિક્રમ પણ હવે તૂટી ગયો કહેવાય.
હૈદરાબાદે રાજસ્થાન સામે 20 ઓવરમાં છ વિકેટે 286 રન બનાવ્યા હતા જે આઇપીએલના ઇતિહાસમાં બીજા નંબરનું સૌથી મોટું ટીમ-ટોટલ છે.
હૈદરાબાદના બૅટર્સે 34 ફોર ફટકારવાની સાથે 12 સિક્સર પણ ફટકારી હતી.
હૈદરાબાદની ટીમમાં કોની કેટલી ફોર?
ઇશાન કિશનઃ 11 ફોર
ટ્રેવિસ હેડઃ 9 ફોર
અભિષેક શર્માઃ પાંચ ફોર
હિન્રિક ક્લાસેનઃ પાંચ ફોર
નીતિશ કુમાર રેડ્ડીઃ 4 ફોર
વર્લ્ડ રેકૉર્ડ હવે હૈદરાબાદના નામે
સનરાઇઝર્સ હૈદરાબાદઃ 34 ફોર
મિડલસેક્સઃ 33 ફોર
સમરસેટઃ 31 ફોર
દિલ્હી ડેરડેવિલ્સઃ 31 ફોર
શ્રીલંકાઃ 30 ફોર