શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ ફટકાર્યો દંડ, જાણો કારણ? | મુંબઈ સમાચાર
IPL 2025

શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ ફટકાર્યો દંડ, જાણો કારણ?

અમદાવાદઃ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની બીજી ક્વોલિફાયર મેચ દરમિયાન તેમની સંબંધિત ટીમોના સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલ આચાર સંહિતા હેઠળ સીઝનમાં આ તેમની ટીમનો બીજો ગુનો હોવાથી ઐયરને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે પંડ્યાને તેમના ત્રીજા ગુના માટે 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઇપીએલ દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઇપીએલ આચાર સંહિતા હેઠળ સાઝનમાં આ પંજાબ કિંગ્સનો બીજો ગુનો હતો, તેથી ઐયરને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેમની ટીમે સ્લો ઓવર જાળવી રાખ્યો હતો. આઇપીએલની આચાર સંહિતા હેઠળ સીઝનમાં આ તેમની ટીમનો ત્રીજો ગુનો હોવાથી પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Video: શ્રેયસ ઐયરે શશાંક સિંહને ગાળો આપી? હાથ પણ ના મિલાવ્યો! જાણો કેપ્ટનનો ગુસ્સો કેમ ફાટી નીકળ્યો?

પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનના ખેલાડીઓને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના બાકીના ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button