IPL 2025

‘….પરિસ્થિતિ બદલાશે’ IPL 2025 માંથી બહાર થયા બાદ રુતુરાજ ગાયકવાડનો મેસેજ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) IPLની 18મી સિઝનમાંથી બહાર થઈ ગયા છે. તેની જગ્યાએ ટીમનો દિગ્ગજ ખેલાડી એમએસ ધોની ટીમની કેપ્ટનશીપ સંભાળશે.

ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે ઋતુરાજ ગાયકવાડ સિઝનમાંથી બહાર થવા અંગે પુષ્ટિ કરી હતી. ફ્લેમિંગે ગુરુવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “રૂતુરાજ ગાયકવાડ કોણીના ફ્રેક્ચરને કારણે IPLમાંથી બહાર થઈ ગયા છે.”

ઋતુરાજ ગાયકવાડનો મેસેજ:
IPL 2025 સિઝનમાંથી બહાર થયા બાદ ઋતુરાજ ગાયકવાડે એક મેસેજ શેર કર્યો છે. તેને કહ્યું “બધાને નમસ્તે, હું રુતુરાજ. કોણીની ઈજાને કારણે IPL રમવાનું ચૂકી જવાથી ખરેખર દુઃખ થઇ રહ્યું છે. પણ, અત્યાર સુધી તમારા સમર્થન બદલ આભાર. હા, અમે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છીએ, હવે તમે જાણો છો કે એક યુવાન વિકેટકીપર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, આશા છે કે પરિસ્થિતિ બદલાશે. હું ટીમ સાથે રહીશ, તેમને ટેકો આપતો રહીશ.”

CSK ના X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા કે એક વીડિયોમાં રુતુરાજે કહ્યું, “ચોક્કસપણે આ ટીમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનું મને ગમ્યું હોત, પરંતુ તમે જાણો છો કે કેટલીક બાબતો આપણા હાથમાં હોતી નથી. જેમ મેં કહ્યું, ડગ-આઉટમાંને સમર્થન આપતો રહીશ અને આશા છે કે આ સિઝન ટીમ માટે શાનદાર હશે. આભાર,”

આપણ વાંચો:  દિલ્હીનો વિજયી ચોક્કો, રાહુલ અણનમ 93 રન સાથે મૅચ-વિનર…

https://twitter.com/i/status/1910380800547213330

ધોની ફરી CSKની કમાન સંભાળશે:
આ બીજી વખત એવું બન્યું છે, જ્યારે ધોનીને સીઝનની મધ્યમાં ટીમની આગેવાની સંભાળવી પડી રહી છે, આ પહેલા IPL 2022 માં ધોનીએ રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

ધોની CSKને બચાવી શકાશે?
આ IPL સિઝનમાં CSKનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ઋતુરાજની કેપ્ટનશીપમાં ટીમે 5માંથી ફક્ત એક જ મેચ જીતી છે. ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2025 માં પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું પરંતુ ત્યારથી ટીમ સતત ચાર મેચ હારી ગઈ છે. CSKને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ સામે હાર મળી. CSK પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. ગયા સિઝનમાં પણ, ઋતુરાજની કેપ્ટનશીપ હેઠળ, CSK પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને રહી હતી અને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. આ વખતે પણ ટીમ જીત માટે સંઘર્ષ કરી રહી છે. એવામ ચાહકોને આશા છે કે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ સારું પ્રદર્શન કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button