PBKS VS RCB: આરસીબીને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ, પંજાબનો કેપ્ટન ફરી નિષ્ફળ

ચંદીગઢઃ આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચેની 37મી મેચમાં ટોસ જીતીને બેંગલુરુએ બોલિંગ લેવાનો નિર્ણય કામિયાબ રહ્યો. સુપર પ્રદર્શન કરનારી પંજાબની ટીમ પહેલા બેટિંગમાં આવી ત્યારે શરુઆતથી દબાણમાં રમવાનું શરુ કર્યું હતું, જેમાં પહેલી ઓવરમાં બે રન કરીને ટીમ સર્વોચ્ચ સ્કોર કરવા સમર્થ નહીં બને એનો સંકેત આપ્યો હતો. 20 ઓવરમાં છ વિકેટે પંજાબે બેંગલુરુને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર આજે ફરી મજબૂત ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.
શ્રેયસ અય્યર 10 બોલમાં છ રન જ બનાવીને આઉટ
અગાઉની મેચમાં ફિલ્ડિંગમાં નબળું પ્રદર્શન કરનારી બેંગલુરુની ટીમની આજે મજબૂત ફિલ્ડિંગ જોવા મળી, પરિણામે પંજાબની ટીમ શરુઆતથી દબાણમાં રમી હતી. ઓપનિંગમાં ફક્ત પ્રિયાંશ આર્ય પંદર બોલમાં 22 રન કર્યા પણ ક્રુણાલ પંડ્યાએ એની વિકેટ લીધી હતી, ત્યાર બાદ 61 રને પ્રભમિસરન સિંહ (17 બોલમાં 33 રન)ની વિકેટ પણ પંડયાને મળી હતી. પંજાબના 68 રનના સ્કોરે કેપ્ટન શ્રેયસ અય્યર (10 બોલમાં છ રન)ને રોમારિયો શેફર્ડે ક્રુણાલ પંડ્યાને હાથમાં કેચ આઉટ કર્યો હતો. અગાઉ રાજસ્થાન સામેની મેચમાં પણ અય્યરે સાત રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચો: PBKS VS RCB: રોયલ ચેલેન્જર્સે ટોસ જીતીને બોલિંગ લીધી, જાણી લો કોનું પલડું છે ભારે?
નેહલ વાઢેરાની ભૂલને કારણે વિરાટ કોહલીએ ઝડપી તક
ચોથી વિકેટ નેહલ વાઢેરાની પડી હતી, જેમાં જોશ ઈંગ્લિંશનો કોલ નહીં હોવા છતાં આંખ બંધ કરીને દોડતા વિરાટ કોહલીએ વાઢેરાને રન આઉટ કર્યો હતો. છ બોલમાં પાંચ રને સસ્તામાં આઉટ થતા ટીમ પર દબાણ આવ્યું હતું, જ્યારે 112 રનના સ્કોરે જોશ ઈંગ્લિશને સુયશ શર્માએ બોલ્ડ કર્યો હતો, જ્યારે બીજી વકેટ માર્કસ સ્ટોઈનિસને પણ બોલ્ડ કર્યો હતો. મિડલ ઓર્ડરમાં માર્કો જેન્સન અને શશાંક સિંહ અનુક્રમે મજબૂત ઈનિંગ રમવાનો પ્રયાસ કર્યો હતો. શશાંક સિંહે 33 બોલમાં 31 અને જેન્સને 20 બોલમાં 25 રન કરીને નોટ આઉટ રહ્યા હતા. પંજાબે 20 ઓવરમાં છ વિકેટે 157 રન બનાવી શક્યા હતા, પરંતુ છેલ્લે ઓવરમાં મજબૂત સ્કોર ઊભો કરી શક્યા નહોતા.
રજત પાટિદારની આગેવાની હેઠળની બેંગલુરુ ટીમે 20 ઓવરમાં પાંચ એક્સટ્રા રન આપ્યા હતા, જ્યારે સફળ બોલર તરીકે ક્રૃણાલ પંડ્યા, સુયશ શર્મા (ચાર ઓવરમાં બે વિકેટ સાથે 26 રન આપ્યા) રહ્યા હતા, જ્યારે રોમારિયો શેફર્ડને એક વિકેટ મળી હતી. સૌથી ખર્ચાળ બોલર યશ દયાલ રહ્યો હતો, જેને બે ઓવરમાં 22 રન આપ્યા હતા. આરસીબીની ટીમમાં ક્રુણાલ પંડ્યાનું ઓલ રાઉન્ડર પ્રદર્શન રહ્યું હતું, જેમાં બે વિકેટ સાથે એક કેચ પણ ઝડપ્યો હતો.