દિનેશ કાર્તિકે કહ્યું, `બેંગલૂરુમાં અમારી આરસીબીએ માગ્યું શું ને મળ્યું શું…’

બેંગલૂરુઃ પાંચમાંથી ત્રણ મૅચ હારી ચૂકેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમના મેન્ટર દિનેશ કાર્તિકે (Dinesh Karthik) કહ્યું છે કે અમે આ વખતે બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પર અમે બૅટિંગ માટે વધુ અનુકૂળ બની રહે એવી પિચ માગી હતી, પરંતુ અમને પડકારરૂપ પિચ આપવામાં આવી છે.’ આરસીબીની ટીમ પાંચમાંથી જે બે મૅચ હારી છે એ બન્ને પરાજય એણે (આરસીબી)એ બેંગલૂરુના આ મેદાન પરની સ્લો પિચ પર જોવા પડ્યા છે.
ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે આરસીબીની ટીમ 169/8ના સ્કોર સુધી મર્યાદિત રહી હતી અને હારી ગઈ હતી અને દિલ્હી કૅપિટલ્સ સામે 163/7ના સ્કોર સુધી જ પહોંચી શકતા પરાજિત થઈ હતી. કાર્તિકનું એવું માનવું છે કેબાવીસ યાર્ડની પિચ પર આરસીબીને હોમ ગ્રાઉન્ડ જેવો લાભ મળ્યો જ નથી. સામાન્ય રીતે આ મેદાન પરની મૅચો હાઈ-સ્કોરિંગ રહેતી હોય છે, પણ આ વખતે અમારી મૅચોમાં એવું નથી બન્યું.’
કાર્તિકે પત્રકાર પરિષદમાં કહ્યું, પહેલી બન્ને મૅચમાં અમે સારી પિચ (બૅટિંગ માટે વધુ ફેવરેબલ) માગી હતી, પરંતુ અમને એવી પડકારરૂપ પિચ આપવામાં આવી જેના પર બૅટિંગ કરવી ખૂબ મુશ્કેલ હતી. બૅટ્સમેનોને કોઈ જ લાભ નહોતો થયો. આવી પિચ પર અમારી ટીમે જીતવા બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા. જોકે અમે પિચ ક્યૂરેટર (pitch curator) સાથે વાતચીત તો કરવાના જ છીએ. જોકે અમે એવું પણ માનીએ છીએ કે તેઓ તેમને સોંપવામાં આવેલું કામ જ કરી રહ્યા છે.
કાર્તિકનું એવું પણ કહેવું હતું કેટી-20 ક્રિકેટમાં જેટલા વધુ રન બને એટલું બ્રૉડકાસ્ટર માટે સારું કહેવાય અને ક્રિકેટચાહકોને પણ વધુ મોજ મળે. ટી-20માં બાઉન્ડરીઝ મહત્ત્વનો હિસ્સો કહેવાય. લોકોને બાઉન્ડરીઝ જતી જોવી ખૂબ ગમે. આવી પિચ તમામના હિતમાં હોય છે.
આરસીબીની આગામી મૅચ રવિવાર, 13મી એપ્રિલે (બપોરે 3.30 વાગ્યાથી) જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે રમાશે.
આપણ વાંચો : કોહલીએ આઇપીએલમાં રચ્યો ઇતિહાસઃ 1,000 બાઉન્ડરી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો…