RCBની જીત બાદ કોહલીના ઘરે લાગણીસભર માહોલ; માતાની આંખોમાં હર્ષના આંસુ | મુંબઈ સમાચાર

RCBની જીત બાદ કોહલીના ઘરે લાગણીસભર માહોલ; માતાની આંખોમાં હર્ષના આંસુ


નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સ(PBKS)ને કરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ ટાઈટલ જીત્યુ. RCBની આ જીત વિરાટ કોહલી માટે સૌથી ખાસ રહી, કેમ કે તે 18 વર્ષથી આ ફ્રેન્ચાઈઝી સાથે છે અને આ 18 વર્ષમાં ટીમ પહેલીવાર ટાઈટલ જીતી. ટ્રોફી જીત્યા બાદ વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે ઉજવણી કરતો હોય એવા ફોટોઝ વાયરલ થયા હતાં. હવે વિરાટની માતા સરોજ કોહલી(Saroj Kohli)ના ફોટોઝ પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં તેઓ દીકરાની સિદ્ધિની ઉજવણી કરતા જોવા મળે છે.

વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલી, તેની પત્ની અને બાળકો, વિરાટની બહેન ભાવના કોહલી અને તેના પતિ અને બાળકો સહિત ઘણા નજીકના સંબંધીઓએ સ્ટેડિયમને બદલે ઘરે ટીવી પર મેચ જોઈ હતી.
તસવીરોમાં જોવા મળે છે કે RCBએ મેચ જીત્યા પરિવારમાં બધા ખૂબ ખુશ છે. એક તસવીરમાં જોવા મળે છે કે વિરાટની બહેન ભાવના અને વિકાસ તેમની માતાને ગળે લગાવી રહ્યા છે. આ દરમિયાન, વિરાટ કોહલીની માતા ભાવુક થઇ ગયા હતાં.

વિરાટના ભાઈ-બહેન તેમની માતાનું ધ્યાન રાખે છે. સમયાંતરે, વિરાટ અને અનુષ્કા તેમને મળવા દિલ્હી આવતા રહે છે.

આ પણ વાંચો – ચહલની ટીમ IPL હારી તો ધનશ્રી વર્માએ કરી પોસ્ટ, જુઓ વિરાટ કોહલીને કેવી રીતે આપી શુભેચ્છાઓ

IPLમાં વિરાટનું શાનદાર પ્રદર્શન:
વિરાટ કોહલીએ IPL 2025માં શાનદાર બેટિંગ કરી હતી. તેણે સિઝનમાં 15 મેચમાં 54 થી વધુની એવરેજથી 657 રન બનાવ્યા હતા અને ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને રહ્યો. તેમણે આ સિઝનમાં 8 ફિફ્ટી ફટકારી હતી. ફાઈનલ મેચમાં પણ વિરાટે 43 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તે ફક્ત ODI ક્રિકેટ અને IPLમાં જ રમશે.

Back to top button