રાજસ્થાને ફીલ્ડિંગ પસંદ કરી, મુંબઈની ટીમમાં કોઈ જ ફેરફાર નહીં
રાજસ્થાનના 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર સૌની નજર

જયપુરઃ રાજસ્થાન રોયલ્સ (RR)ના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે આજે અહીં આઇપીએલ (IPL-2025)ની 50મી મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.
રાજસ્થાનની ટીમમાં બે ફેરફાર કરાયા હતા, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો.
રાજસ્થાનની ટીમમાં ઈજાગ્રસ્ત વનિન્દુ હસરંગા અને સંદીપ શર્માના સ્થાને અનુક્રમે કુમાર કાર્તિકેય અને આકાશ મઢવાલને ઇલેવનમાં સમાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ચેન્નઈની બાદબાકી બાદ હવે આઇપીએલના પ્લે-ઑફમાં કોને કેટલો ચાન્સ?
હસરંગાને સ્નાયુઓમાં દર્દ છે, જ્યારે સંદીપ શર્માને આંગળીમાં ફ્રૅક્ચર થયું છે.
આ મૅચમાં સૌની નજર રાજસ્થાનના 14 વર્ષની ઉંમરના ઓપનર વૈભવ સૂર્યવંશી પર રહેશે. તે ગઈ મૅચમાં ટી-20 ક્રિકેટનો સૌથી યુવાન સેન્ચુરિયન બન્યો હતો. એ ઉપરાંત તે સૌથી ઓછા 35 બૉલમાં સેન્ચુરી ફટકારનાર ભારતીય બૅટ્સમૅન પણ બન્યો હતો. તેણે યુસુફ પઠાણ (37 બૉલમાં સદી)નો આઇપીએલ-રેકૉર્ડ તોડ્યો હતો. વૈભવે એ મૅચમાં 11 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવનઃ
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જૅક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, કૉર્બિન બૉશ્ચ, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ રૉબિન મિન્ઝ, રાજ બાવા, કર્ણ શર્મા, રીસ ટૉપલી, સત્યનારાયણ રાજુ.
રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરૉન હેટમાયર, જોફ્રા આર્ચર, માહીશ થીકશાના, કુમાર કાર્તિકેય, આકાશ મઢવાલ અને ફઝલહક ફારુકી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શુભમ દુબે, તુષાર દેશપાંડે, કુણાલ રાઠોર, યુધવીર ચરક, ક્વેના મફાકા.