GT VS RR: ગુજરાત સામે જીતવા રાજસ્થાનને મળ્યો 210 ટાર્ગેટ, ગિલનો દબદબો યથાવત

જયપુરઃ આજે આઈપીએલની મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. બીજા ક્રમે રહેલી શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ટીમ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ લાસ્ટથી બીજા ક્રમે રહી છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલી 47મી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 209 રન બનાવ્યા હતા, જેમાં શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શનનો સિંહ ફાળો રહ્યો હતો.
પાંચ ઓવર સુધી વિકેટ પડી નહીં, સિક્સર મારી નહીં
કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન રમતમાં આવ્યા હતા, જેમાં પાંચ ઓવરમાં વિના વિકેટે 47 રન બનાવ્યા હતા, પરંતુ પાવર પ્લેમાં ઊંચો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેમાં એક પણ સિક્સર મારી શક્યા નહોતા. શુભમન ગિલનો કેચ હેટમાયરે છોડ્યો હતો, તેથી ગિલને જીવતદાન મળ્યું હતું, જ્યારે છઠ્ઠી ઓવરમાં છ રન સાથે 53 રન થયા હતા, પરંતુ રાજસ્થાન (જોફ્રા આર્ચર, મહીશ થીકશાના, યુધવિર સિંહ, સંદીપ શર્મા)ના ચારેય બોલરમાંથી એકને સફળતા મળી નહોતી. ત્યારબાદ રિયાન પરાગે બોલિંગ લીધી હતી.
આ પણ વાંચો: રાજસ્થાન આજે હારે એટલે પ્લે-ઑફની રેસમાંથી આઉટ
શુભમન ગિલે 50 બોલમાં 84 રન ફટકાર્યાં
સાઈ સુદર્શને 30 બોલમાં 39 રન બનાવ્યા હતા, જેમાં એક સિક્સર અને ચાર ચોગ્ગાનો સમાવેશ થયો હતો. એક વિકેટ પછી જોશ બટલર રમતમાં આવ્યો હતો, જેને આક્રમક રમત શરુ કરી હતી. મિસ્ટર પ્રિન્સ શુભમન ગિલ રમતમાં રહીને પંદર ઓવરમાં એક વિકેટે 149 રન બનાવ્યા હતા, ત્યાર બાદ બીજી વિકેટ ગિલની પડી હતી. ગુજરાત ટાઈટન્સની બીજી વિકેટ શુભમન ગિલની પડી હતી. ગિલે પચાસ બોલમાં ચાર સિક્સર સહિત પાંચ ચોગ્ગા સાથે 84 રન બનાવ્યા હતા. ટીમના 167 રનના સ્કોરે જીટીએ બીજી વિકેટ ગુમાવી હતી.
જોશ બટલરે પણ ફટકારી શાનદાર હાફ સેન્ચુરી
ગુજરાત ટાઈટન્સવતીથી આક્રમક પ્રદર્શન કરનારા વિકેટકિપર તરીકે જાણીતા જોશ બટલરે શરુઆત મજબૂત કરી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરે આવતા વેત ફટકાબાજી કરી હતી, પણ આખરે સંદીપ શર્માએ વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યો હતો. ત્રીજી અને ચોથી વિકેટ અનુક્રમે 193 અને 207 રનના સ્કોરે પડી હતી, જેમાં સુંદરે આઠ બોલમાં એક સિક્સર સાથે 13 રન કરી શક્યો હતો. 19 ઓવરમાં ગુજરાતે 193 રન કર્યા હતા, પરિણામે દબાણ આવ્યું હતું. 20મી ઓવરમાં રાહુલ તિવેટિયાની વિકેટ પડી હતી, જે ચાર બોલમાં નવ રન બનાવીને એલબીડબ્લ્યુ થયો હતો. જોફ્રા આર્ચરે જીટીની ચોથી વિકેટ ખેરવી હતી. રાહુલ પછી રમતમાં શાહરુખ ખાન આવ્યો હતો. છેલ્લે સુધી જોશ બટલર રમતમાં રહીને 26 બોલ (26 બોલમાં ચાર સિક્સર-ત્રણ ચોગ્ગા સાથે)માં 50 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.
મહીશ થીકશાનાએ બે મહત્ત્વની વિકેટ ઝડપી
રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમનું આ વખતની આઈપીએલમાં પ્રદર્શન નબળું રહ્યું છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પ્રદર્શન નેગેટિવ રહેવાને કારણે સ્થાન પણ નીચું રહ્યું છે. આજે રિયાન પરાગે ટોસ જીતીને બોલિંગ લેતા ગુજરાત ટાઈટન્સે એઝ યુઝવલ્સ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિકેટ જાળવી રાખી હતી. રાજસ્થાન વતીથી વિકેટ ઝડપવામાં બે બોલરને સફળતા મળી હતી, જેમાં મહીશ થીકશાનાએ સાઈ સુદર્શન અને શુભમન ગિલનો શિકાર કર્યો હતો, જ્યારે સંદીપ શર્માએ વોશિંગ્ટન સુંદરને પેવેલિયન ભેગો કર્યો હતો. બે બોલમાં પાંચ રન સાથે શાહરુખ અને બટલરે પચાસ રન બનાવીને મહત્ત્વની ઈનિંગ રમ્યા હતા. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે પડકારજનક સ્કોર મળ્યો છે.