IPL 2025

દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ કૅમ્પમાં કેમ ગેરહાજર છે જાણો છો?

બેન્ગલૂરુઃ બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ માટે રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ની ટીમે પ્રૅક્ટિસ માટે કૅમ્પ શરૂ કર્યો છે, પણ એમાં હેડ-કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરી છે. એનું કારણ એ છે કે બેન્ગલૂરુમાં ક્રિકેટ રમતી વખતે દ્રવિડને પગમાં ઈજા થઈ હતી જેને લીધે તે પછીથી ટીમ સાથે જોડાશે.

સોશિયલ મીડિયામાં રાજસ્થાન રૉયલ્સની પોસ્ટમાં આ જાણકારીને સમર્થન અપાયું હતું.

આરઆરની પોસ્ટમાં દ્રવિડનો ફોટો પણ છે જેમાં તેનો ડાબો પગ પ્લાસ્ટરમાં જોવા મળે છે.
ફ્રૅન્ચાઇઝીએ આપેલી જાણકારી મુજબ થોડા દિવસ પહેલાં દ્રવિડને આ ઈજા થઈ હતી, પણ હવે તે સાજો થઈ રહ્યો છે અને જયપુરમાં ટીમ સાથે જોડાવાની તૈયારીમાં છે.

દ્રવિડના કોચિંગમાં ભારતે 2024માં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ દ્રવિડે આરઆર સાથે કરાર કર્યા હતા.
સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન છે અને આ ટીમમાં 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ સામેલ છે. તેને આ ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં 1.10 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button