IPL 2025

પંજાબ-દિલ્હી મૅચ કલાક મોડી શરૂ થઈ, પ્રિયાંશની ધમાકેદાર હાફ સેન્ચુરી…

ધરમશાલાઃ પાકિસ્તાન સાથેના યુદ્ધના વાતાવરણ વચ્ચે અને વરસાદના માહોલમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે અહીં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચમાં ટૉસ (TOSS) જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી. વરસાદના વિઘ્નને લીધે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી એમ છતાં બન્ને ટીમે 20-20 ઓવરની મૅચ રમવી એવી સૂચના અપાઈ હતી.
પંજાબની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો, જ્યારે દિલ્હીએ વિપ્રજ નિગમના સ્થાને માધવ તિવારીને ટીમમાં સમાવ્યો હતો.
પંજાબ વતી ઓપનરો પ્રિયાંશ આર્ય (PRIYANSH ARYA) અને પ્રભસિમરન સિંહે (PRABHASIMRAN SINGH) બહુ સારી શરૂઆત કરી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે પંજાબનો સ્કોર સાત ઓવરમાં વિના વિકેટે 79 રન હતો. પ્રિયાંશ ચાર સિક્સર અને ચાર ફોરની મદદથી બનેલા 50 રન પર અને પ્રભસિમરન 28 રને રમી રહ્યો હતો. પ્રિયાંશે પચીસ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.


બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવનઃ

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રભસિમરન સિંહ પ્રિયાંશ આર્ય, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યેનસેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ વિજયકુમાર વૈશાક, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, પ્રવીણ દુબે, યશ ઠાકુર.

દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), ફાફ ડુ પ્લેસી, કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટેન સ્ટબ્સ, માધવ તિવારી, મિચલ સ્ટાર્ક, દુષ્મન્થા ચમીરા, કુલદીપ યાદવ, ટી. નટરાજન. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ આશુતોષ શર્મા, જેક ફ્રૅઝર-મૅકગર્ક, મુકેશ કુમાર, વિપ્રજ નિગમ, ટી. વિજય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button