PBKS vs RCB: બેટિંગમાં નિષ્ફળ જતા પોન્ટિંગે શ્રેયસને ખખડાવ્યો! ડ્રેસિંગ રૂમનો વિડીયો વાયરલ | મુંબઈ સમાચાર

PBKS vs RCB: બેટિંગમાં નિષ્ફળ જતા પોન્ટિંગે શ્રેયસને ખખડાવ્યો! ડ્રેસિંગ રૂમનો વિડીયો વાયરલ

ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ પંજાબ કિંગ્સ(PBKS)ને ગઈ કાલે ચંદીગઢમાં રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) સામે 8 વિકેટથી શરમજનક હાર મળી. આ હાર બાદ PBKSને ફાઈનલમાં પહોંચવા ક્વોલિફાયર-2 મેચ રમવી પડશે. ગઈ કાલની મેચ દરમિયાન ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર અને કોચ રિકી પોન્ટિંગ વચ્ચે દલીલો (Ponting-Iyer Arguments) થઇ હતી, જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ક્વોલિફાયર-1 મેચમાં PBKSની હારનું સૌથી મોટું કારણ નબળી બેટિંગ હતી, ટીમ માત્ર 101 રનમાં ઓલઆઉટ થઇ ગઈ. 50 રનના સ્કોર પર અડધી ટીમ આઉટ થઇ ગઈ હતી. ટીમના ચાર બેટર્સ 10 રન સુધી પણ ન પહોંચી શક્યા, જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરનું નામ પણ સામેલ છે, શ્રેયસ ફક્ત 2 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસની વિકેટ પડતા રિકી પોન્ટિંગ ગુસ્સે થયા હતાં.

આપણ વાંચો:  બેંગલૂરુ ચોથી વાર ફાઇનલમાંઃ વન-સાઇડેડ મુકાબલામાં પંજાબને પછાડ્યું

ઐયર આશા પર ખરો ના ઉતાર્યો:
27 રનના સ્કોર પર પંજાબ કિંગ્સે બીજી વિકેટ ગુમાવી હતી, ત્યારે બાદ બેટિંગ કરવા ઉતારેલા શ્રેયસ ઐયર પાસેથી ટીમને મોટી ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ ઐયર ઓફ સ્ટમ્પમાંથી નીકળતા જોશ હેઝલવુડના બોલને રમવાનો પ્રયાસ કરતા માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. RCB માટે આ એક મોટી વિકેટ હતી કારણ કે ઐયરે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે શ્રેયસ ઐયર આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો, ત્યારે ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ ગુસ્સામાં ડગઆઉટ છોડીને ડ્રેસિંગ રૂમમાં ગયા હતાં. ડ્રેસિંગ રૂમની અંદર બંને દલીલો થઇ હતી, જેમાં પોન્ટિંગ ખુબ જ નારાજ દેખાતા હતાં.

હવે PBKS ક્વોલિફાયર-2 રમશે:
ક્વોલિફાયર-1 મેચમાં હાર બાદ, પંજાબ કિંગ્સ હવે કરો યા મરોની સ્થિતિમાં છે. ફાઈનલમાં પ્રવેશવા પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-2 મેચ જીતવી પડશે. આજે 30 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાનારા એલિમિનેટર મેચના પરિણામ બાદ ખબર પડશે કે ક્વોલિફાયર-2 મેચમાં પંજાબ કિંગ્સને કઈ ટીમ સામે ક્વોલિફાયર-2 મેચ રમવાની રહેશે.

સંબંધિત લેખો

Back to top button