PBKS vs KKR: 'અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’ હાર બાદ અજિંક્ય રહાણેએ નિરાશા વ્યક્ત કરી | મુંબઈ સમાચાર

PBKS vs KKR: ‘અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’ હાર બાદ અજિંક્ય રહાણેએ નિરાશા વ્યક્ત કરી

ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 31મી મેચ ગઈ કાલે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) વચ્ચે ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. લો સ્કોરિંગ મેચમાં KKRની 16 રનથી હાર થઇ. KKRની ટીમ 112 રન પણ ચેઝ ના કરી શકી. હાર બાદ KKRનો કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ખૂબ જ નિરાશ દેખાયો હતો. રહાણેએ હારની જવાબદારી સ્વીકારી હતી.

મેચ પછી અજિંક્ય રહાણે PBKSના કેપ્ટન શ્રેયસ ઐયર સાથે હાથ મિલાવી રહ્યો હતો, ત્યારે તેણે કહ્યું, ‘અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’

લો સ્કોરિંગ મેચમાં KKRની હાર:
મંગળવારે યોજાયેલી મેચમાં PBKS અને KKR વચ્ચે રમાયેલી લો સ્કોરિંગ મેચમાં KKRની હાર થઇ. રોમાંચક મેચમાં, KKR એ પહેલા પંજાબને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. 112 નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી KKR માત્ર 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

મેચ પૂરી થયા પછી, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ લાઇનમાં ઉભા રહીને સામેની ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે રહાણેએ શ્રેયસ ઐયરને મરાઠીમાં મુંબઈ શૈલીમાં કહ્યું, ‘કાય ફાલતું બેટિંગ કેલીના હમને.’ આ સમય હારનું દુઃખ રહાણેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

https://twitter.com/i/status/1912195653469675571

ગઈ કાલની મેચ બોલર્સને નામ રહી:
KKR ના હર્ષિત રાણા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ PBKSના બેટર્સને ઘૂંટણિયે પાડી દીધા. ત્યાર બાદ પછી PBKSએ ઘાતક બોલિંગ કરીને KKRની ટીમને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ચહલે 4 વિકેટ લીધી જ્યારે જેનસેને 3 વિકેટ લીધી.

આપણ વાંચો:  લો-સ્કોરિંગ જંગમાં પંજાબ જીત્યું, કોલકાતા પરાસ્ત…

સંબંધિત લેખો

Back to top button