IPLમાં સીઝનમાં વાયરલ થયેલી મિસ્ટ્રી ગર્લ્સ, જુઓ આ તસવીરો

IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની નવી સીઝનને લઈ લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. IPL જોવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં જતા હોય છે. IPL ની મેચ દરમિયાન સ્ટેડિયમમાં અનેક મિસ્ટ્રી ગર્લ્સ પણ દેખાય છે. IPLમાં અલગ અલગ સિઝનમાં ઘણા સુંદર ચહેરા વાયરલ થયા છે. તેમને IPLની મિસ્ટ્રી ગર્લ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલે તેમને ઇન્ડિયન પ્રીમિયર લીગની એવી મિસ્ટ્રી ગર્લ્સનો પરિચય આપીએ જે મેચ દરમિયાન વાયરલ પણ થતી હોય છે.

અદિતિ હુંડિયા
IPLની 2019ની સીઝનમાં અદિતિ હુંડિયાનો ચહેરો ખૂબ જ વાયરલ થયો હતો. 2019માં અદિતિ હુંડિયા ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચાઓ ચાલી હતી. મુંબઈ અને ડીસી મેચમાં અદિતિ ઈશાન માટે ચીયર કરી રહી હતી.

શ્રુતિ તુલી
શ્રુતિ તુલી પણ આઈપીએલની મેચ દરમિયાન પ્રસિદ્ધ થઈ હતી. તેને ચહેરો 2022 ની આઈપીએલ દરમિયાન વાયરલ થયો હતો. 2022 માં જ્યારે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી ત્યારે તે સ્પોટ થઈ હતી. અંબાતી રાયડુના સિક્સ પર તેમની પ્રતિક્રિયા વાયરલ થઈ ગઈ હતી.

આરતી બેદી
2022 ની આઈપીએસ સીઝનમાં આરતી બેદી ચર્ચાનું કેન્દ્ર બની હતી. આરતી બેદી કોલકાતા નાઈટ રાઈડર્સની ફેન છે. જેથી કેકેઆરની મેચ હોય એટલે તે જોવા મળતી હતી. 2022માં દિલ્હી અને કેકેઆર વચ્ચે એક રમાઈ હતી. મેચ દરમિયાનઆરતી બેદી સ્ક્રીન પર દેખાઈ હતી. તે બાદ ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન ફોલોઇંગમાં ખૂબ જ વધારો થયો. આરતી વ્યવસાયે એક મોડેલ અને અભિનેત્રી છે.

ઈશા નેગી
ઈશા નેગીનું નામ ઋષભ પંત સાથે જોડવામાં આવ્યું હતું. ઈશા નેગી વિશે એવી અફવા ફેલાઈ હતી કે તે દિલ્હી કેપિટલ્સના તત્કાલીન કેપ્ટન ઋષભ પંતની ગર્લફ્રેન્ડ હતી. જોકે, પછીથી આવી કોઈ વાત પ્રકાશમાં આવી નહીં. તે દિલ્હીની ઘણી મેચોમાં તેનો ચહેરો જોવા મળ્યો હતો.

સેજલ જયસ્વાલ
2024ની આઈપીએલમાં સૌથી વાધારે જો કોઈ ચહેરો વાયરલ થયો હોય તે સેજલ જયસ્વાલનો હતો. સેજલ જયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ખેલાડીઓ સાથે જોવા મળી હતી. સેજલ જયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, રોહિત શર્મા સહિત વિવિધ ક્રિકેટરો સાથે જોવા મળી હતી.
આ પણ વાંચો…છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…

રિયાના લાલવાણી
રિયાના લાલવાણી 2020 માં કિંગ્સ ઇલેવન પંજાબ મેચમાં જોવા મળી હતી. એકવાર કેમેરામેને તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તે વાયરલ થઈ ગઈ. કિંગ્સ ઇલેવન પંજાબ મેચમાં તે ઘણી વાર જો મળતી હતી. જે બાદ રિયાના લાવાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.

શશી ધીમન
શશી ધીમન 2022ની આઈપીએલ દરમિયાન ખૂબ જ વાયરલ થઈ હતી. કેમેરામેને પંજાબ કિંગ્સની એક મહિલા ચાહકને પણ જોવામાં આવી. આ મેચ 2022 સીઝનમાં રમાઈ હતી. તેણી પંજાબ ટીમ સાથે ઘણા જુદા જુદા સ્થળોએ જોવા મળી હતી.