IPL 2025

મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

અમરોહા: ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) હાલમાં IPL 2025 ટુર્નામેન્ટમા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ તરફથી રમી રહ્યો છે. એવામાં મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શમીને મોકલવામાં આવેલા ઈ-મેલમાં આ ધમકી આપવામાં આવી છે. ધમકી શમીને 1 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. આ મામલે ઉત્તર પ્રદેશના અમરોહાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ધમકીભર્યો ઈ મેઈલ મળ્યા બાદ મોહમ્મદ શમીએ અમરોહા પોલીસને જાણ કરી હતી. શમીએ કહ્યું કે તેને પહેલી વાર ગઈકાલે 4 મેના રોજ સાંજે એક ઈમેલ મળ્યો. આ પછી, આજે સોમવાર 5 મેની સવારે બીજો ઈમેલ મળ્યો હતો. શમીના ભાઈ મોહમ્મદ હસીબે પોલીસને આ અંગે લેખિત માહિતી આપી છે.

પોલીસે તાપસ શરુ કરી:
અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ, કર્ણાટકના પ્રભાકર નામના શખ્સે મોહમ્મદ શમીને એક મેઇલ મોકલ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી છે કે જો તે 1 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ આ મામલે ટૂંક સમયમાં નક્કર કાર્યવાહી કરવામાં આવશે.

IPLમાં શમીનું નિરાશાજનક પ્રદર્શન:
આ IPLમાં હૈદરાબાદ સન રાઈઝર્સ (SRH) ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમ તરફથી રમતા મોહમ્મદ શમીએ પણ ચાહકોને નિરાશ કર્યા છે. SRH તરફથી રમતા શમીએ IPL 2025ની 9 મેચમાં માત્ર 6 વિકેટ લીધી છે, તેનું બેસ્ટ પરફોર્મન્સ 2/28 રહ્યું છે. આ ઉપરાંત, તેણે 11.23 ની ઇકોનોમીથી રન આપ્યા છે. ઇકોનોમી રેટની દ્રષ્ટિએ આ સીઝન શમી માટે સૌથી ખરાબ રહી છે.

SRH એ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી ટીમ 7 મેચ હારી ગઈ છે. ટીમ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે.

આ પણ વાંચો કૅચ છોડવાને પગલે છઠ્ઠો પરાજય થવા છતાં લખનઊનો કૅપ્ટન પંત કહે છે કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button