MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને બોલિંગ લીધી, રોહિત-બુમરાહની એન્ટ્રી

મુંબઈઃ આજની આઈપીએલ મેચ રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો છે, જ્યારે ટીમમાં રોહિત શર્માની સાથે જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.
રોયલ ચેલેન્જર્સ સામે હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો છે, જ્યારે ટીમમાં બંને ધુરંધર ખેલાડીઓની એન્ટ્રી થઈ છે, તેથી ટીમના ઉત્સાહમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ચાર મેચમાંથી ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ એક જ મેચ જીત્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને બેંગલુરુને બેટિંગનું નિમંત્રણ આપ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં રોહિત શર્મા અને બુમરાહની એન્ટ્રી થઈ છે. ઈજા પછી બંનેની શાનદાર વાપસી થઈ છે. વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સે મુંબઈને છેલ્લે 2015માં હરાવ્યું હતું, ત્યારબાદ છ વખત હારનો સામનો કરવો પડ્યો છે. નવા કેપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં આ સીઝનમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા માટે પૂરી કોશિશ કરશે.
વાનખેડેના રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધીમાં 117 આઈપીએલની મેચ રમાઈ ચૂકી છે, જેમાં 54 વખત બોલિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે 63 વખત બીજી ઈનિંગમાં ટાર્ગેટ અચીવ કરવા માટે લડનારી ટીમને સફળતા મળી છે. વાનખેડે ખાતે સૌથી મોટા ચેઝની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે 2023માં રાજસ્થાન રોયલ ચેલેન્જર્સ સામે 214 રન કર્યા હતા. આ ઉપરાંત, સૌથી મોટો સ્કોર પણ એક વિકેટે 235 રનનો રહ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રિયાન રિકેલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને વિગ્નેશ પુથુરનો સમાવેશ થાય છે.
બેંગલુરુની ટીમમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડ્ડીકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટીમ ડેવિડ, કુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને યશ દયાલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કોલકાતા-લખનઊના મુકાબલામાં નારાયણ-રાઠીની ટક્કર પર સૌની નજર