MI VS LSG: લખનઉએ ટોસ જીતીને બોલિંગ લીધી, મુંબઈએ રોહિત શર્માની વિકેટ ગુમાવી

મુંબઈઃ આઈપીએલમાં આજે 45મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપરજાયન્ટસ વચ્ચે છે. આઈપીએલની આજની મેચમાં લખનઉના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ બેટિંગમાં આવ્યા પછી આક્રમક ઈનિંગની શરુઆત કરી હતી, પરંતુ પહેલી વિકેટ સસ્તામાં પડી હતી.
રોહિત શર્માએ 12 રન બનાવીને આઉટ
ટીમ મુંબઈ વતીથી ઓપનિંગમાં રોહિત શર્મા અને રિકલ્ટને આક્રમક રમતની શરુઆત કરી હતી, પરંતુ રોહિત 12 રન બનાવીને મયંક યાદવનો શિકાર બન્યો હતો. રોહિત શર્માએ બે સિક્સર સાથે પાંચ બોલમાં 12 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ 33 રનના સ્કોરે પડી હતી. લખનઊ સામે મુંબઈ ઈન્ડિયન્સ બે ઓવરમાં 20 રન બનાવ્યા હતા, જેમાં રિયાન રિકલ્ટન અને વિલ જેક્સ રમતમાં છે, જેમાં પહેલી છ ઓવરમાં એક વિકેટે 66 રન બનાવ્યા છે.
ચાર જીત સાથે મુંબઈની આઈપીએલમાં વાપસી
મુંબઈ ઈન્ડિયન્સે ચાર મેચમાં સતત જીત મેળવીને આઈપીએલમાં વાપસી કરી છે, જ્યારે આ જીતને મુંબઈએ પ્લે ઓફની રેસમાં રમવાની તકને પણ જીવંત રાખી છે. બીજી બાજુ લખનઊ સુપર જાયન્ટસનું ઓવરઓવલ પ્રદર્શન ઉતાર-ચઢાવવાળું રહ્યું છે, જેમાં નવમાંથી પાંચ મેચ જીતી છે, જ્યારે ચારમાં હારી છે ત્યારે આજની મેચનું વિશેષ મહત્ત્વ છે.
ટીમ ઈલેવન-ઈમ્પેક્ટ પ્લેયરની યાદી પણ જાણી લો
મુંબઈની ટીમમાં રોહિત શર્મા, વિકેટકિપર રયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, નમન ધીર, કોર્બિન બોશ, ટેન્ટ બોલ્ટ, દીપક ચાહર, અને કર્ણ શર્મા છે. આ ઉપરાંત, લખનઉનમાં એડન માક્રરમ, મિચેલ માર્શ, નિકોલસ પુરન, ઋષભ પંત, અબ્દુલ સમદ. આયુષ બડોની, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, પ્રિન્સ યાદવ, મયંક યાદવ. બંને ટીમના ઈન્પેક્ટ પ્લેયર્સમાં મુંબઈ વતીથી જસપ્રીત બુમરાહ, રાજ બાવા, સત્યનારાયણ રાજુ, રોબિન મિંજ, રીસ ટોપ્લેનો સમાવેશ થાય છે, જ્યારે લખનઉવતીથી ડેવિડ મિલર, શાહબાજ અહમદ, હિમંત સિંહ, યુવરાજ ચૌધરી, આકાશ મહારાજ સિંહ છે.
આપણ વાંચો: વાનખેડેમાં આજે મુંબઈ માટે આબરૂનો સવાલ: લખનઊને હૅટ-ટ્રિક વિજયથી વંચિત રાખવાનું જ છે…