MI vs KKR: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાએ લીધો આ નિર્ણય

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની 12મી મેચ આજે સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે, કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર્સ પહેલા બેટિંગ કરવા ઉતરશે. ચાહકોને એક રોમાંચક મેચ જોવા મળે એવી આશા છે.
ટોસ જીત્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું, અમે પહેલા બોલિંગ કરીશું, આ એક સારી પીચ લાગી રહી છે. વાનખેડેને અમે વધુ જાણીએ છીએ. શરૂઆતમાં થોડો સ્વિંગ માળી શકે છે. અમે સારી લયમાં આવવા માંગીએ છીએ અને સારી શરૂઆત કરવા માંગીએ છીએ.
ટોસ હાર્યા બાદ KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું, અમે પણ પહેલા બોલિંગ કરવા ઈચ્છતા હતા, પરંતુ વિકેટ જોઈને થોડી ડાઉટ હતી, સામાન્ય રીતે વાનખેડે સારી બેટિંગ પિચ રહે છે. હળવો પવન ફૂંકાઈ રહ્યો છે, ઝાકળની કોઈ અસર નથી. અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ, દરેક મેચ સારું ક્રિકેટ રમવાની સારી તક આપે છે. અલીની જગ્યાએ સુનીલ નારાયણને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર, આ સ્પિનર IPL 2025 માંથી બહાર…
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ-11
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: એનરિક નોરખિયા, અનુકુલ રોય, મનીષ પાંડે, વૈભવ અરોરા, લવનીત સિસોદિયા.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11
રાયન રિકેલ્ટન, વિલ જેક્સ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર.
ઇમ્પેક્ટ પ્લેયર વિકલ્પો: રોહિત શર્મા, કોર્બિન બોશ, રાજ બાવા, રોબિન મિંજ, સત્યનારાયણ રાજુ.
મુંબઈ ઈન્ડિયન્સ પહેલી જીતની તલાસમાં
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત આ સિઝનમાં પણ ખરાબ રહી છે. MIને પહેલી બંને મેચમાં હાર મળી છે. હાલ MI પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમે છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે 2 માંથી 1 મેચ જીતી છે અને 1 મેચ હારી છે, KKR પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
વાનખેડે સ્ટેડિયમમાં IPL 2025 ની પહેલી આ મેચ હશે. MI અને KKR વચ્ચે એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે તેવી અપેક્ષા છે.