IPL 2025

KKR VS RR: રાજસ્થાન સામે રોમાંચક મેચમાં કોલકાતા એક રનથી જીત્યું, રિયાન પરાગની વિસ્ફોટક ઈનિંગ પાણીમાં

રાજસ્થાનને હરાવીને કોલકાતાએ પ્લે ઓફમાં જવાની આશા જીવંત રાખી

કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આજની મેચમાં કોલકાતા નાઈટર રાઈટર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ બહુ રસપ્રદ રહી હતી. અહીં રમાયેલી મેચમાં અંજિક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરમાં કોલકાતાએ પહેલી બેટિંગમાં 206 રન બનાવ્યા હતા. જોકે, 207 રનનો ટાર્ગેટ આપ્યા પછી રાજસ્થાન રોયલ્સ (20 ઓવરમાં આઠ વિકેટે) 205 રન બનાવતા એક રનથી મેચ જીતીને કોલકાતાએ પ્લે ઓફમાં જવાની આશા જીવંત રાખી હતી.

હર્ષિત રાણાએ બે મહત્ત્વની વિકેટ ઝડપી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ જીતવા માટે છેલ્લે સુધી ઝઝૂમ્યો હતો, પરંતુ એની વિકેટ હર્ષિત રાણાએ લીધી હતી. 45 બોલમાં આઠ સિક્સર અને છ ચોગ્ગા મારીને 95 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લે આઉટ થયો હતો. જોકે, રિયાન પરાગે મોઈન અલીની (મેચની 13મી) ઓવરમાં છ બોલમાં પાંચ સિક્સર મારી હતી. મિડલ ઓર્ડરમાં શિમરન હેટમાયર 23 બોલમાં 29 રન બનાવ્યા હતા, પરંતુ તેની વિકેટ પણ હર્ષિત રાણાએ ઝડપી હતી. ચાર ઓવરમાં 41 રન આપતા બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. છેલ્લે સુધી શુભમ દુબે અને જોફ્રા આર્ચર રમતમાં રહ્યા હતા, જેમાં બંનેએ અનુક્રમે 25 (14 બોલમાં બે સિક્સર, એક ચોગ્ગા) અને 12 રન (એક ચોગ્ગા સાથે) બનાવ્યા હતા.

આ પણ વાંચો: KKR vs RR: અજિંક્ય રહાણેએ ટોસ જીતીને આ નિર્ણય લીધો, બંને ટીમોમાં મોટા ફેરફાર

રાજસ્થાનના ત્રણ બેટર ઝીરોમાં આઉટ

કોલકાતા સામે 207 રનનો ચેઝ કરવા માટે આવેલી રાજસ્થાનની ટીમ વતીથી પાંચ રનના સ્કોરે વૈભવ સૂર્યવંશીની વિકેટ પડી હતી. બહુ ગાઝેલા વૈભવ સૂર્યવંશી બે બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. નવોદિત કુણાલ રાઠોર અને ધુ્વ્ર ઝુરેલ અનુક્રમે બંને ઝીરોમાં આઉટ થયો હતો, ત્યારબાદ યશસ્વી જયસ્વાલ (21 બોલમાં 34 રન)ની ત્રીજી વિકેટ પણ 66 અને ઝુરેલની 71 રનના સ્કોરે ચોથી વિકેટ પડી હતી. ઉપરાંત, પાંચમી વિકેટ પણ હસરંગાની છઠ્ઠી વિકેટ (ઝીરોમાં આઉટ થયો હતો) પડી હતી.

આંદ્રે રસેલ રમ્યો વિસ્ફોટક ઈનિંગ રમ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં ચાર વિકેટે 206 રન બનાવ્યા હતા, જેમાં કેકેઆર વતીથી આંદ્રે રસેલે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. ત્યારબાદ અંગકૃષ રંઘુવંશી 44 રન, રહમાનુલ્લા ગુરબાજે 35 અને કેપ્ટન અંજિક્ય રહાણેએ 30 રન બનાવ્યા હતા. ઉપરાંત 19 રન બનાવ્યા હતા. કોલકાતા વતીથી આંદ્રે રસેલે આક્રમક ઈનિંગનો આજે પરિચય કરાવ્યો હતો. આન્દ્રે રસેલે 25 બોલમાં 57 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને છ સિક્સરનો સમાવેશ હતો. રસેલની આઈપીએલની ઈનિંગમાં પહેલી વખત ફિફ્ટી કર્યાં હતા.

આ પણ વાંચો: રોમારિયો શેફર્ડ: ટી-20 ક્રિકેટનો સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર

કેકેઆરને તમામ મેચ જીતે તો પ્લેઓફમાં જશે

આઈપીએલની મેચની વાત કરીએ તો બંને રાજસ્થાન અને કોલકાતાની વચ્ચે 30 મેચ રમાઈ હતી, જેમાં પંદર મેચમાં કોલકાતા જીત્યું હતું, જ્યારે રાજસ્થાન 14 મેચ જીત્યું હતું. ઉપરાંત, એક મેચમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં સિઝનમાં દસ મેચમાંથી ફક્ત ચાર જીત્યું છે, જ્યારે નવ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. કેકેઆરને બાકીની ચાર મેચ જીતે તો પ્લેઓફમાં સ્થાન મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button